Wednesday, December 8, 2021
Homeમારૂતિ સૂઝુકીની WagonR ભારતમાં લોન્ચ, 4.19 લાખમાં મળશે આટલા બધા ફિચર્સ
Array

મારૂતિ સૂઝુકીની WagonR ભારતમાં લોન્ચ, 4.19 લાખમાં મળશે આટલા બધા ફિચર્સ

2019 મારૂતિ સૂઝુકી WagonR લાંબા સમય રાહ જોવડાવ્યા પછી છેવટે બુધવારે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. મારૂતિ સુઝુકીએ નેકસ્ટ જનરેશન WagonRને 4.19 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે બજારમાં ઉતારી છે. નવી WagonR 2 એન્જિન ઓપ્શન અને સાત વેરિયન્ટ સાથે લોન્ચ કરાઇ છે. માર્કેટમાં આ કારની સીધી ટક્કર Hyundai Santro અને Tata Tiago સાથે થશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

નવી wagonR જૂના મોડલની જેમ ટોલ બોય ડિઝાઇનમાં જ છે જે કારના એક્સિટિરિયર અને ઇન્ટિરિયરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવી મારૂતિ wagonRને સુઝુકીના નવા હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર તૈયાર કરાઇ  હોવાથી આ કાર અગાઉ કરતા મોટી, હલકી, સુરક્ષિત અને વધુ આરામદાયક છે. WagonRના ફ્રન્ટમાં સમચોરસ આકારની ગ્રીલ છે જેના કારણે ફ્રંટ લૂક શાનદાર છે. આ કારમાં ડ્યૂઅલ સ્પિલ્ટ હેડલેમ્પ્સ છે, જે વર્તમાન મોડલથી મોટા અને સ્ટાઇલિશ છે. ગ્રિલમાં બેઝની સાથે ક્રોમ સ્ટ્રિપ છે. ઇન્ટીગ્રેટેડ ટર્ન લાઇટ્સ સાથે આઉટસાઇડ રિયર વ્યૂ મિરર્સ આપવામાં આવ્યા છે.

નવી WagonRમાં વોલ્વો સ્ટાઇલમાં ટેલ લેમ્પ હોવાથી રિયર લૂક પ્રીમિયમ દેખાય છે. કારના પાછળના ભાગે વિંડશીલ્ડ વાઇપર પણ છે. મારૂતિએ નવી જનરેશન WagonRના સાઇડ લૂકને મસ્ક્લૂયર બનાવ્યો છે, જેથી સાઇડમાંથી કાર દમદાર લાગે છે. સી-પિલરમાં એક બ્લેક પ્લાસ્ટિક પાર્ટ આપવામાં આવ્યો છે. જેથી કાર પાતળી દેખાય  અને કાર પર ફ્લોટિંગ રૂફ ઇફેક્ટ આપી શકાય.

નેક્સ્ટ જનરેશન વેગન આરના કેબિનમાં ખાસ્સો ફેરફાર કરવામાં આવ્યો છે. નવું ડેશબોર્ડ, નવું ઈન્ટીરિયર અને 7 ઈંચની સ્માર્ટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. ડેશબોર્ડ પર ડ્યુઅલ ટોન ફિનિશ આપવામાં આવ્યો છે જે બ્લેક અને ગ્રે રંગમાં છે. નવી WagonR સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સની સુવિધા છે. કારમાં ડ્યૂઅલ એરબેગ્સ, એબીએસ, ઇબીડી જેવા સેફ્ટી ફિચર્સ છે.

મારૂતિ WagonR બે એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરાઇ છે. એક  એન્જિન સ્વીફ્ટમાં છે તેવુ k-સીરિઝ, 1.2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 83hp પાવર અને 113N ટોર્ક જનરેટ કરે છે. બીજું એન્જિન જૂની વેગન આર જેવું 1.0 લીટર એન્જિન છે. જે 67hp પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સવાળા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments