Thursday, September 23, 2021
Homeમારૂતિ 800ના એન્જિનમાંથી હાઈટેક બાઇક બનાવી, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું
Array

મારૂતિ 800ના એન્જિનમાંથી હાઈટેક બાઇક બનાવી, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

સુરત: સુરતની ભગવાન મહાવીર કોલેજમાં ડિપ્લોમાં પછી ઓટોમોબાઇલમાં ડિગ્રીનો અભ્યાસ કરનાર રૂઝબેહ માસ્ટરે ભારતની પ્રથમ ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમથી હેમર હેડ-800 નામની બાઇક બનાવી છે. જે બદલ રૂઝબેહના ઇનોવેશન ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ-2019માં સ્થાન મળ્યું છે. હેમર હેડ બાઇકને કોઇ બાઇકના જૂના એન્જિનમાંથી નહીં પણ મારૂતિ – 800 કારના એન્જિનમાંથી બનાવવામાં આવી છે. અને પ્રોપલર શાર્પથી આગળ અને પાછળ એમ બંને વ્હિલ માં પાવર ટ્રાન્સફર થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રૂઝબેહની આ બાઈકને 2018માં પણ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે.

નોર્મલ બાઇકમાં માત્ર એક જ વ્હિલમાં એન્જિનનો ફોર્સ લાગુ પડે છે જેથી બાઇકની સ્પીડ લિમિટેડ રહે છે. જોકે, હેમર હેડના બંને વ્હિલને ફોર્સ મળતો હોવાથી હાઇસ્પીડ બાઇકની રેન્જમાં મુકી શકાય છે. આ બાઇકનું સ્ટ્રક્ચર હેમર શાર્ક જેવું હોવાથી નામ પણ હેમર હેડ રાખવામાં આવ્યું છે.

હેમર હેડ બાઇકમાં મારૂતી-800 કારનું 800 સીસી એન્જિન છે અને સિવિક કારના ટાયર ફીટ કરવામાં આવ્યા છે. ગિયર બોક્સ માટે ટેમ્પોના ટુર્લ્સનો ઉપયોગ કરાયો છે. રૂઝબેહને આ બાઇક બનાવતા 1 વર્ષનો સમય લાગ્યો હતો .બાઇકની પેટન્ટ પણ કરવામાં આવી છે અને બ્લ્યુ ટુથ અને સ્પીકર પણ એટેચ કરવામાં આવ્યા છે. આ બાઇકની રિવર્સમાં પણ ચલાવી શકાય છે.

આ બાઇકમાં ઓલ વ્હિલ ડ્રાઇવ સિસ્ટમ છે. સામાન્ય કારમાં ચાર રોટેશન થાય ત્યારે એક વાર વ્હિલ ફરે છે. જોકે, હેમર હેડમાં એન્જિનનું એક રોટેશન થાય ત્યારે ચાર વાર વ્હિલ ફરે છે.

આ બાઇકમાં હબ સેન્ટ્રીક સ્ટિયરિંગ મિકેનિઝમનો ઉપયોગ કરાયો છે. નોર્મલ કારમાં ટેરિસ્કોપીક ફોર્સ પાછળના વ્હિલમાં હોય શકે છે. આ બાઇકની સિસ્ટમમાં પૈડાના સેન્ટરથી સ્ટિયરિંગ ઓપરેટ થાય છે.

બાઇકમાં પાવર મારૂતિના 800 સીસી એન્જિનમાંથી આપવામાં આવ્યું છે અને જે પ્રકારના ટ્રન્સમિશન છે તે ઓલ વ્હીલ ડ્રાઇવ છે. જેમાં બાઇકના આગળ અને પાછળ એમ બંને પૈડા એન્જિન સાથે જોડી દેવામાં આવ્યા છે.

આ બાઇક હાલ બજારમાં મળતા બાઇક કરતા અલગ છે, આ બાઇકમાં ટ્રેડિશનલ ચેઇન અને સ્પોકેટ સેટ અપના બદલે કારમાં આપવામાં આવતી ટ્રાન્સમિશન સિસ્ટમ આપવામાં આવી છે. તેમજ બાઇકની ચેસિસને ડાઇમન્ટ સ્પેસ ફ્રેમ સ્ટ્રક્ચરમાં ડિઝાઇન કરવામાં આવી હોવાથી લાંબા સમય સુધી ટકી શકે તેવી છે.

હેમરહેડ 800માં 4 સ્પીડ ફ્રન્ટ ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ કરાયો છે અને રિવર્સ સ્વિચ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથેનું 3 ઇન 1 સરાઉન્ડ સિસ્ટમ આપવામાં આવ્યું છે.

આ બાઈકને અલગ સિસ્ટમથી બનાવવામાં આવ્યું છે. બાઈકને લઈને તમામ હાઈટેક સિસ્ટમ યૂઝ કરવામાં આવી છે. ઓલ વ્હીલ ડ્રાઇવના કારણે બાઇકનું પિકઅપ વધી જાય છે. બાઇકની મેક્ઝિમમ ટોપ સ્પીડ 650 કિમી છે.

મારૂતિ 800ના એન્જિનમાંથી બનાવવામાં આવેલી બાઈકની ટોપ સ્પીડ 650 કિમીની છે. જેથી ઓફ રોડ પર ડ્રાઇવરને હાથમાં ઝટકા લાગે માટે બોવી સ્ટેનટ્રીક સ્ટિયરિંગ મૂકાયું છે. બાઇકની ઓલ વ્હીલ ડ્રાઈવને પેટન્ટ કરવામાં આવી છે.

રૂઝબેહ માસ્ટરને હેમર હેડ 800 બનાવવામાં લગભગ એકથી દાઠ વર્ષનો સમસ લાગ્યો હતો. આ બાઇકમાં 800 સીસી એન્જિન લગાવ્યું છે જ્યારે બાઇકનું વજન 630 કિલો છે. જે 30 કિમીની એવરેજ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments