Tuesday, October 26, 2021
Homeમાર્ચમાં અમદાવાદીઓ મેટ્રોમાં ફરી શકશે, આ મહિનાના અંતે ટ્રાયલ રન
Array

માર્ચમાં અમદાવાદીઓ મેટ્રોમાં ફરી શકશે, આ મહિનાના અંતે ટ્રાયલ રન

અમદાવાદ: મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન 28 કે 29 જાન્યુઆરીથી શરૂ કરાશે. એપેરલ પાર્ક ખાતે મેટ્રોનું ટેસ્ટિંગ ચાલે છે. ફેબ્રુઆરીના અંતમાં કમિશનર ઓફ સેફ્ટી તેની ચકાસણી શરૂ કરશે. તે પૂર્ણ થતાં માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકો મુસાફરી કરી શકશે. બીજી મેટ્રો ટ્રેન 7મીએ અમદાવાદ પહોંચી જશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, શહેરમાં મેટ્રોના પ્રથમ ચરણમાં પહેલી ટ્રેનના 3 કોચ 1 જાન્યુઆરીએ એપેરલ પાર્ક ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં કોચને ટ્રેક પર ચઢાવવાની અને તેની ટેસ્ટિંગની કામગીરી ચાલુ હતી, જે લગભગ પૂર્ણ થતાં હવે ટ્રેક પર દોડવા માટે તૈયાર છે.

ત્રણ કોચની પ્રથમ મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન એપેરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી 28 કે 29 જાન્યુઆરીથી શરૂ કરાશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments