Tuesday, September 28, 2021
Homeમાર્ચમાં સોનાની કિંમતમાં થયો રૂ 1500 નો ઘટાડો, આગળ પણ વધુ ઘટી...
Array

માર્ચમાં સોનાની કિંમતમાં થયો રૂ 1500 નો ઘટાડો, આગળ પણ વધુ ઘટી શકે છે ભાવ

સોનાની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો આગામી કેટલાક દિવસ ચાલુ રહી શકે છે. સરાફ બજારમાં સોનીની કિંમતો ઘટીને 32,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ સુધી આવવાની આશા લગાવવામાં આવી રહી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે શેર બજારમાં આવેલી તેજી બાદ રોકાણકોરોનો રસ સોનામાં ઓછો થઈ શકે છે. સાથોસાથ, ભારતીય રૂપિયામાં આવેલી મજબૂતીના કારણે પણ સોનાની કિંમતો પર દબાણ રહેશે.

સોનું થયું 1865 રૂપિયા સસ્તું: 

20 ફેબ્રુઆરીએ દિલ્હી સરાફા બજારમાં સોનાનો ભાવ 34,975 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. હવે ભાવ ઘટીને 33,110 રૂપિયા (15 માર્ચનો ભાવ) પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. તે મુજબ અત્યાર સુધી દિલ્હી સરાફ બજારમાં સોનું 1865 રૂપિયા સુધી સસ્તું થઈ ગયું છે.

આગળ શું થશે:

એસકોર્ટ સિક્યુરિટીના હેડે જણાવ્યું કે સ્થાનિક જ્વેલર્સ દ્વારા સોનાની ડિમાન્ડમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથોસાથ, આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડ વોરને લઈને ચિંતાઓ ઘટી રહી છે. તેથી સોનાની કિંમતો પર દબાણ વધી ગયું છે.

તેમણે આગળ કહ્યુ કે, ડોલર હવે અન્ય કરન્સીની સરખામણીએ નબળો થઇ રહ્યો છે. તેના કારણે સોનાની કિંમતો ઘટી રહી છે. આગામી 15 દિવસ પણ સોનાના ભાવમાં દબાણ વધવાની શક્યતા છે. એવામાં 10 ગ્રામ સોનાનો ભાવ 32,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી આવી શકે છે.

આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સોનાની આયાતમાં જોરદાર ઘટડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2019માં સોનાની આયાત એક વર્ષ પહેલા આ મહિનાના મુકાબલે 11 % ઘટી 2.58 અરબ ડોલર પર આવી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments