Sunday, November 28, 2021
Homeમાર્ચ 2019 સુધીમાં દેશના અડધાથી વધારે ATM થઇ જશે બંધ, આ છે...
Array

માર્ચ 2019 સુધીમાં દેશના અડધાથી વધારે ATM થઇ જશે બંધ, આ છે કારણ

નવી દિલ્હી: દેશમાં બે વર્ષ પહેલા ડિજીટલ ટ્રાન્ઝેક્શનની એક ચળવળ શરૂ કરવામાં આવી હતી, જેની અસર હવે જોવા મળી રહી છે. વર્ષ 2018માં ભારતીયોને UPI બેસ્ડ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો જોરદાર ઉપયોગ કર્યો. જો આવું જ ચાલતું રહ્યું તો જલ્દી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ થઇ જશે. એટીએમ સંઘના રિપોર્ટ પર ધ્યાન આપીએ તો માર્ચ 2019 સુધી દેશના અડધાથી વધારે એટીએમ બંધ થઇ જશે. એવામાં બેંકોને એટીએમ ચલાવવા માટે મજબૂર થવું પડશે નહીં. જણાવી દઇએ કે તાજેતરમાં જ સંસંદીય કમિટીએ બેંકોને નિર્દેશ આપ્યો છે કે એટીએમને સુચારૂ રૂપથી ચલાવવામાં આવે, જેનાથી રોકડની સમસ્યા થાય નહીં.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વિટ પ્રમાણે ડિસેમ્બર 2018માં યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસથી 1 લાખ કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું. તો વર્ષ 2018માં કુલ ટ્રાન્ઝેક્શન 3 અરબની આસપાસ હતું. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2017ની સરખામણીએ 2018માં BHIM યૂપીઆઇ ટ્રાન્ઝેક્શન ચાર ગણી ઝડપથી વધી છે, જ્યારે એનાથી થતાં ટ્રાન્ઝેક્શન રકમમાં 7 ગણો વધારો થયો છે. જો કે વર્ષ 2018ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં સરકારની યૂપીઆઇ એપ ભારત ભીમના ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં ભીમ થી 7,981.82 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું.

ભારતમાં રિલાયન્સ જિયો, વોટ્સએપ, અમેઝોન પે અને ગૂગલ પે જેવી ઘણી UPI કંપનીઓ મોજૂદ છે,જેને SBI, ICICI અને HDFC બેંક પેમેન્ટને પાછળ કરી દીધી છે. યૂપીઆઇ માત્ર બે વર્ષ પહેલા બન્યું છે પરંતુ જે સ્પીડથી આ આગળ વધી રહ્યું છે એ આવાનાર સમયમાં આઇએમપીએસ અને એનઇએફટી પેમેન્ટ સિસ્ટમને ખૂબ જ પાછળ કરી દેશે. 2018માં આઇએમપીએસ અને એનઇએફટીથી સાથે 181  કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. યૂપીઆઇ કાર્ડ પેમેન્ટ પણ ખૂબ પાછળ થઇ રહ્યું છે. રિઝર્વ બેંકનો એક આંકડો જણાવે છે કે નાણાંકીય વર્ષ 2017 18માં કુલ કાર્ડ પેમેન્ટ 10,60,700 કરોડ રૂપિયા રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments