Tuesday, September 28, 2021
Homeમાલપુર માણેક કૃપા વિદ્યા મંદિર નો વર્ષીકોત્સવ ઉજવાયો
Array

માલપુર માણેક કૃપા વિદ્યા મંદિર નો વર્ષીકોત્સવ ઉજવાયો

માલપુર નગર માં  ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માણેક કૃપા વિદ્યામંદિર નો વર્ષીકોત્સવ મોરડુંગરી જલારામ મંદિરે રંગે ચંગે યોજાયો જેમાં શાળા માં ધોરણ 1 થી 7 માં પ્રથમ અને બીજા ક્રમે આવેલ શાળા ના વિદ્યાર્થીઓ ને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન અને સહકારી આગેવાન જસુભાઈ પટેલ ઉઘાટક તરીકે મેઘરજ રામદેવ આશ્રમ ના મહંત દિપક ભાઈ રામદેવ પુત્ર મેઘરજ કોલેજ ના આચાર્ય  ઉત્તમભાઈ ગાર્ગુડે અતિથિ વિશેષ તરીકે લોકસેવક સુરેશ ભાઈ પુનડિયા ડો સંજય પટેલ નિવૃત્ત શિક્ષક જ્યેન્દ્ર પંડ્યા સામાજિક કાર્યકર જેઠાભાઇ પટેલ અને પત્રકાર શૈલેષ પંડ્યા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ત્યારબાદ સમારંભ સ્થળે બનાવેલ રંગમંચ પર શાળા ના વિદ્યાર્થીઓ એ અલગ અલગ કૃતિઓ રજુ કરી દરેક ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેમાં 14 ફેબ્રુઆરી ના રોજ થયેલ પુલવામાં આતંકી હુમલો અને આપના ઝાબાઝ જવાનો દ્વારા કરાયેલ ઍર સ્ટ્રાઈક ની થીમ ખૂબ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું અને હાજર સૌ વહાલીઓ અને દર્શકો સહિત દેશભક્તિ નું વાતાવરણ જોવા મળ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું આયોજન માણેક કૃપા શિક્ષક ગણ તેમજ વહીવટી પરિવાર વતી રમેશ ભાઈ પટેલ કાંતિભાઈ પટેલ અને મયુર ભટ્ટ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને હાજર સૌ વહાલીગણ અને દર્શકો ને આગામી 23 એપ્રિલ ના રોજ આવનારા લોકશાહી ના પર્વ એવી લોકસભા ની ચૂંટણી માં મત ની પવિત્રતા અને પોતાની નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે આપીલ કરી હતી
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments