માલેગાવ કેસ : મુંબઈની NIA કોર્ટમાં હાજર થઈ પ્રજ્ઞા ઠાકુર, જજના સવાલો પર કહ્યું- મને ખબર નથી

0
70

મુંબઈઃ માલેગાવ બોમ્બ બ્લાસ્ટની આરોપી અને ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર શુક્રવારે બપોરે મુંબઈની વિશેષ NIA કોર્ટમાં હાજર થઈ છે. આ દરમિયાન જજે તેમને 2 સવાલો પુછ્યા હતા. જેમનો તેમને, મને ખબર નથી કરીને જવાબ આપ્યો હતો. પ્રજ્ઞાએ ગુરુવારે જ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ બિમારીના કારણે તેઓ મુંબઈ પહોંચી શક્યા ન હતા.

જજના સવાલો પર પ્રજ્ઞાનો જવાબઃ પ્રજ્ઞાને વિશેષ NIAએ કોર્ટના જજને પુછ્યું કે, શું તમને ખબર છે અથવા તમારા વકીલે તમને આ વિશે જણાવ્યું છે કે અત્યાર સુધીની કાર્યવાહીમાં કેટલા સાક્ષીઓની તપાસ કરાઈ છે? આ અંગે પ્રજ્ઞાએ કહ્યું કે, મને નથી ખબર

જજે બીજો સવાલ પુછ્યો , અત્યાર સુધીની તપાસમાં સાક્ષીઓએ કહ્યું કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ બ્લાસ્ટ થયો હતો, જેમાંથી ઘણા લોકોનું મોત થયું હતું. તમારું શું કહેવું છે? આ અંગે પ્રજ્ઞાએ જવાબ આપ્યો કે, મને ખબર નથી.

દરેક સપ્તાહે કોર્ટનાં હાજર થવાના આદેશઃ 3 જૂને મુંબઈની NIA કોર્ટે પ્રજ્ઞાને દર સપ્તાહે કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા હતા. પ્રજ્ઞાએ બિમારી અને સંસદમાં ફોર્માલિટી પુરી કરવાની વાત કરીને હાજરીમાંથી છૂટ આપવા અંગેની અપીલ કરી હતી, પરંતુ વિશેષ કોર્ટે આનાથી ઈન્કાર કરી દીધો હતો.

માલેગાવ બ્લાસ્ટમાં 7 લોકો માર્યા ગયા હતાઃ 29 સપ્ટેમ્બર 2008માં માલેગાવ બ્લાસ્ટમાં 7 લોકો માર્યા ગયા હતા અને 100થી વધારે ઘાયલ થયા હતા. સરકારે આ કેસની તપાસ ATSને સોંપી હતી. 3 આરોપી ફરાર હતા. બાદમાં આ તપાસ NIAને સોંપવામાં આવી હતી. એપ્રિલ 2017માં સાધ્વી પ્રજ્ઞાને 9 વર્ષ જેલમાં રહ્યાં બાદ શરતી જામીન અપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here