Sunday, September 19, 2021
Homeમાલ્યાના 1,000 કરોડ રૂપિયાના શેરને વેચવાની વિશેષ કોર્ટે મંજૂરી આપી
Array

માલ્યાના 1,000 કરોડ રૂપિયાના શેરને વેચવાની વિશેષ કોર્ટે મંજૂરી આપી

મુંબઈઃ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટે મંગળવારે વિજય માલ્યાને 1,000 કરોડ રૂપિયાની વેલ્યૂના શેર વેચવાની મંજૂરી આપી છે. યુનાઈટેડ બ્રેવરેજ(યુબીએલ)માં માલ્યાના શેર છે જો કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટર દ્વારા વેચવામાં આવનાર હતા. યુનાઈટેડ બ્રેવરેજ હોલ્ડિંગ્સે શેરના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અંગેની અરજી દાખલ કરી હતી.

પીએમએલએ કોર્ટે વેચાણ પરના પ્રતિબંધ અંગેની અરજી ફગાવી

યુનાઈટેડ બ્રેવરેજ હોલ્ડિંગ્સની અરજી પર સુનાવણી કરતા વિશેષ જજ એમ એસ આઝમીએ કહ્યું કે શેરના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ ન આપી શકાય. કોર્ટની પાસે આ અધિકાર ન હોઈ શકે.

યુનાઈટેડ બ્રેવરેજના શેર મંગળવારે બીએસઈ પર 2 ટકાના વધારા સાથે 1,347.90 રૂપિયા પર બંધ થયા છે. આ કિંમત પર 74,04,932 શેરની કિંમત 999 કરોડ રૂપિયા થાય છે. આ મહીને ઋણ વસૂલી પ્રાધિકરણે શેર કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટરને ટ્રાન્સફર કર્યા હતા. માલ્યાની વિરુદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલા પ્રવર્તન નિર્દેશાલયે શેર એટેચ કર્યા હતા.

માલ્યાની જપ્ત સંપતિઓના વેચાણનો આ પ્રથમ મામલો છે. ઋણ વસૂલી પ્રાધિકરણની બેંગલુરુ બેન્ચે 11 માર્ચે માલ્યાના શેર વેચવાની નોટીસ ઈસ્યુ કર્યું હતું. માલ્યાની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવેલી 6,203.35 કરોડ રૂપિયાની લોનની રિકવરી માટે આમ કરવામાં આવી રહ્યું છે. વ્યાજ અને પેનલ્ટીને મેળવીને માલ્યાએ બેન્કોને 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments