Sunday, October 24, 2021
Homeમાલ્યા લોનફ્રોડ કેસમાં એર ડેક્કનના ફાઉન્ડર જીઆર ગોપીનાથની તપાસ શરૂ
Array

માલ્યા લોનફ્રોડ કેસમાં એર ડેક્કનના ફાઉન્ડર જીઆર ગોપીનાથની તપાસ શરૂ

નવી દિલ્હીઃ વિજય માલ્યા કેસમાં દેશમાં ઘણાં મોટા ઉદ્યોગપતિઓના નામ બહાર આવી શકે છે. આ મામલામાં એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ માલ્યા કેસમાં ડેક્કન હેરાલ્ડ એવિએશન લિમિટેડના ફાઉન્ડર જી આર ગોપીનાથની ભૂમિકાની તપાસ કરી રહી છે.

લોન ડિફોલ્ટમાં ગોપીનાથની ક્થિત ભૂમિકા

  • સૂત્રોએ જણાવ્યું છે કે વિજય માલ્યાની દેવાદાર કંપની કિંગફિશર એરલાઈન્સના લોન ડિફોલ્ટમાં ગોપીનાથની ક્થિત ભૂમિકા રહી છે. ઉલ્લેખનીય છે કે જયારે આ લોન આપવામાં આવી હતી, તે સમયે ગોપીનાથ કિંગફિશરના ડાયરેક્ટર હતા. તપાસ એજન્સી એસબીઆઈએ ડેક્કન એવિએશનને મંજૂર કરવામાં આવેલા 340 કરોડ રૂપિયાની લોનના સંબંધમાં ગોપીનાથની તપાસ કરી રહી છે.
  • તપાસ મુજબ ગોપીનાથે ડાયવર્ઝનના ઈન્સ્ટ્ુમેન્ટ્સ પર હસ્તાક્ષર કર્યા હતા. જયારે ડેક્કન એવિએશન લિમિટેડના ઓથોરાઈઝડ સિગ્નેટરી હતા. કિંગફિશર એરલાઈન્સે ફેબ્રુઆરીમાં ગોપીનાથને 30 કરોડ રૂપિયા આપ્યા હતા. તે પેમેન્ટ પણ તપાસ કરવામાં આવી રહી છે.
  • સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે 2017ના એક રિપોર્ટમા એ બાબત પર સવાલ ઉઠાવ્યા હતા કે સ્ટેકહોલ્ડર્સ કે હાઈકોર્ટને માહિતી આપ્યા વગર નોન કંપનીટ ફીસના રૂપમાં ગોપીનાથે 30 કરોડ રૂપિયા આપ્યા હતા. એજન્સીનું માનવું છે કે માલ્યાની વિરુદ્ધ કરવામાં આવેલી દલીલો ગોપીનાથની વિરુદ્ધ પણ લાગુ થાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments