Thursday, February 22, 2024
Homeગુજરાતમાવઠુ : ગુજરાતનાં 9 જિલ્લાના 42 તાલુકામાં વરસાદ ખાબક્યો

માવઠુ : ગુજરાતનાં 9 જિલ્લાના 42 તાલુકામાં વરસાદ ખાબક્યો

- Advertisement -

ગુજરાતનાં 9 જિલ્લાના 42 તાલુકામાં 1 મી.મી.થી સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં મહીસાગરના બાલાસિનોરમાં સવા ઈંચ, લૂણાવાડામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ સવારે 10 વાગ્યાની આસપાસ ઝરમર છાંટા પડયાં હતા. રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. અરબ સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા જેવો માહોલ બન્યો છે.Gujarat Monsoon rain: Heavy to extremely heavy rains in these districts  till 10 July. Know more details here | Mint

રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તો કેટલાક વિસ્તારોમાં વાદળો ઘેરાતાં ખેડૂતો સતત ચિંતામાં મુકાયાં છે. શનિવારે રાત્રે અને રવિવારે દિવસ દરમિયાન રાજ્યમાં ભરૂચ, મહિસાગર, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, સુરત, અરવલ્લી, દાહોદ અને ખેડા મળી કુલ 9 જિલ્લાઓના 42 તાલુકાઓમાં 1 મીમીથી સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સવા ઈંચ જ્યારે લુણાવાડા તાલુકામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ શહેરમાં પણ રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ ઝરમર છાંટા પડયાં હતાં.

સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વરસાદી આંકડા મુજબ સૌથી વધુ વરસાદી માહોલ મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો છે. મહિસાગર જિલ્લાની વાત કરીએ તો, બાલાસિનોર, લુણાવાડા, કડાણા, વીરપુર, ખાનપુર, સંતરામપુરા તાલુકામાં 2 મીમીથી લઈને સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય ભરૂચ જિલ્લાનાં ભરૂચ તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અંકલેશ્વર, વાગરા અને અમોદમાં 1 મીમીથી 9 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular