‘મા’ અને ‘મા વાત્સલ્ય’ની આવક મર્યાદા વધારીને 4 લાખ, સુરક્ષા કવચ 3 લાખને બદલે 5 લાખ

0
63

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે લેખાનુદાન રજૂ કરી રહ્યા છે. મા અને મા વાત્સલ્યની આવક મર્યાદા વધારવામાં આવી હતી. પહેલા મળતી સહાયને વધારીને 3ને બદલે 5 લાખનું સુરક્ષા કવચ રાજ્યના નાગરિકોને અપાશે. સાથે જ તેનો લાભ લેવાની આવક મર્યાદા 3થી વધારીને 4 લાખ કરાઈ છે.

નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

ગુજરાતનો વિકાસ વર્ણવ્યો

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી માટે આગવી ઉજવણી
જી.એસ.ડી.પી વિકાસદર નાણાંકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે
વાર્ષિક વૃધ્ધિ દર 9.9 ટકા છે જે દેશના મોટા રાજ્યોમાં સૌથી ઊંચો

દેશના જીડીપીમાં 7.8% હિસ્સો ગુજરાતનો

ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. 1,74,652 જે 12.6 ટકા વધુ

નિકાસમાં ગુજરાત  દેશભરમાં પ્રથમ, કુલ ઔદ્યોગિક ઉત્પાદનમા 16.8 ટકા હિસ્સો
96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય

પશુધનને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા

ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી, રાજ્ય સરકારને 436 કરોડનું વધારાનું ભારણ
ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2285 કરોડનું ખાસ સહાય પેકેજ

ખેતી, પશુપાલન અને માછીમારી

કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકા દરે વૃધ્ધી
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ
ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વીંગ ફંડ
ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમાં 500 કરોડની સહાય

પંચમહાલના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી
બાગાયત પાક ઉત્પાદન 2021-22માં 18.55 લાખ હેક્ટર લઇ જવાશે

પશુધન ગણતરીમાં 15.36 ટકા સાથે દેશમાં ગુજરાત પ્રથમ
સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ. 300 કરોડની સહાય

પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે
અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ
હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત, ડીપ સી ફીસીગ યુનિટ

ઝીંગા ઉછેર માટે 7500 હેક્ટર જમીન ફાળવાશે, 25000 ઝીંગા ઉછેરકોને રોજગારી
બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ. 12 ના બદલે રૂ. 15 પ્રતિ લીટર સબસીડી અપાશે,10,677 બોટધારકોને લાભ
વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે

પાકિસ્તાન જેલમાં બંધ ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150ના બદલે રૂ. 300 અપાશે
ધોલેરામાં 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાશે

જળ વ્યવસ્થાપન

18 હજાર ગામોમા 15 ફેબ્રુઆરીથી સુજલામ-સુફલામ જળ અભિયાન યોજાશે
સૌની યોજના પ્રથમ તબક્કામા 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યા, ફેઝ 2માં 57 જળાશયો જોડાશે 11,216 કરોડનું ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર

જામનગરના રણજિતસાગર ડેમને નર્મદાના પાણીથી ટુંક સમયમાં ભરી દેવાશે
બનાસકાંઠા માટે રૂ. 623 કરોડના ખર્ચ થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના

ઉચ્છલ નીઝર સોનગઢના  69,000 વિસ્તાર માટે  912 કરોડના ખર્ચે ઉકાઇ યોજના
715 કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના
દાહોદમાં 185 કરોડની કડાણા દહોદ યોજના

જળ સંચયના કામો માટે રૂ. 329 કરોડનો ખર્ચ કરાશે
નર્મદા યોજના માટે રૂ 6945 કરોડની જોગવાઇ પૈકી કચ્છ માટે રૂ 430 કરોડ
ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પંપિંગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરોડ

સ્વાસ્થ્ય

મા અને મા વાત્સલ્ય યોજનાના રાજ્યના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ
મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ

આશા ફેસીલેટર બહેનોના મહેનતાણામાં મસિક રૂ 2000નો વધારો

પાલનપુર, દાહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે

ગાંધીનગર-સોલા સિવિલ હોસ્પિટલને સુપરસ્પેશિયાલીટીમાં અપગ્રેડ કરાશે

આંગણવાડી-તેડાઘર કાર્યકરો માટે

દોઢ લાખ વિધવા બહેનોના પુત્રની ઉમર કોઇપણ હોય તેમ છતાં પેન્શનનો લાભઃ1000 ના બદલે 1250નું પેન્શન
રાજયને 349 કરોડનું ખર્ચ સવા બે લાખ વિધવા બહેનોને લાભ

53 હજાર આંગણવાડીમાં કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ. 900નો વધારો માસિક રૂ 7200 અપાશે
તેડાગર બહેનોના પગારમાં 450 વધારી માસિક રૂ. 360 કરાયા
આઇસીડીએસની યોજના માટે 2283 કરોડ ખર્ચાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here