Thursday, September 23, 2021
Homeમિકી માઉસ અને ડેડપૂલ એક થયા, ડિઝનીએ રૂ.4.9 લાખ કરોડમાં ટ્વેન્ટી ફર્સ્ટ...
Array

મિકી માઉસ અને ડેડપૂલ એક થયા, ડિઝનીએ રૂ.4.9 લાખ કરોડમાં ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ ખરીદી

હોલિવૂડ ડેસ્ક: આશરે 1 વર્ષથી વધુના પ્રયાસો બાદ અંતે ડિઝનીએ રૂપર્ટ મેર્ડોકની કંપની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. 4.9 લાખ કરોડ (71 અબજ ડોલર)માં મર્જર કર્યુ છે. મર્જર બાદ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો મૂવી સ્ટુડિયો ડિવિઝન ઉપરાંત સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ અને ફોક્સ ટેલિવિઝન ગ્રુપમાં 30 ટકા હિસ્સો ડિઝનીએ હસ્તગત કર્યો છે. તેમજ નેશનલ જિયોગ્રાફિક અને સ્ટાર ઈન્ડિયાની માલિકી પણ ડિઝની પાસે ગઈ છે.

કંપની અને શેર હોલ્ડર્સ માટે ડીલ લોંગ ટર્મ માટે મહત્વપૂર્ણ રહેશે
ડિઝનીના ચેરમેન-સીઈઓ બોબ આઈગરે જણાવ્યુ છે કે, અમારા માટે અસામાન્ય અને ઐતિહાસિક ક્ષણ છે. કંપની અને શેર હોલ્ડર્સ માટે ડીલ લોંગ ટર્મ માટે મહત્વપૂર્ણ રહેશે. જ્યારે અમેરિકામાં ફોક્સ ન્યુઝ અને ફોક્સ સ્પોર્ટ્સ જેવા એકમો પર ફોક્સ કોર્પનુ નિયંત્રણ રહેશે.

એકમો પર ફોક્સ કોર્પનુ નિયંત્રણ રહેશે. આ ડીલથી હોલીવુડમાં છને બદલે પાંચ મોટા સ્ટુડિયો રહેશે. જેમાં ડિઝની ઉપરાંત વાર્નર બ્રધર્સ, યુનિવર્સલ, સોની પિક્ચર્સ અને પેરામાઉન્ટ પિક્ચર્સ સામેલ છે. જેનાથી અનેક લોકોની નોકરી જોખમાશે. નિષ્ણાતો અનુસાર, આશરે 4000 લોકો નોકરી ગુમાવશે.

ડિઝની નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમને પડકારશે
ડિઝની ચાલુ વર્ષે ડિઝની પ્લસ નામની સ્ટ્રિમિંગ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સના કન્ટેન્ટ મળવાથી તે નેટફ્લિક્સ-એમેઝોન પ્રાઈમને મોટો પડકાર આપશે. મર્જર પહેલાં ડિઝની પાસે ક્લાસિક કાર્ટૂન, સ્ટાર વોર્સ, અને માર્વલના કેરેક્ટર્સ સાથે જોડાયેલા કન્ટેન્ટ હતા. હવે એક્સ મેન અને ડેડપુલ જેવા કન્ટેન્ટ આવવાથી સ્થિતિ વધુ મજબૂત બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments