Sunday, November 28, 2021
Homeમિગએ તોડી પાડ્યું પાકિસ્તાનનું F-16, શું થશે જ્યારે રાફેલથી હુમલો થશે
Array

મિગએ તોડી પાડ્યું પાકિસ્તાનનું F-16, શું થશે જ્યારે રાફેલથી હુમલો થશે

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય વાયુસેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આતંકી ઠેકાણાઓને ખતમ કરવા માટે આ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ મુદ્દાઓને લઈને વાયુસેના પ્રમુખ બીએસ ઘનોઆએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે વાયુસેના સાથે જોડાયેલી ઘણી વાત કરી હતી.

એર ચીફ માર્શન બીએસ ધનોઆએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, કેવી રીતે આગામી સમયમાં જેગુઆર, મિગ 29, મિરાજ 2000 જેવા લડાકૂ વિમાનોને રિપ્લેસ કરી દેવામાં આવશે. તેમની જગ્યાએ અધિક અત્યાધુનિક વિમાન ભારતીય વાયુસેના પાસે હશે.

એર ચીફ માર્શલે કહ્યું કે, સપ્ટેમ્બર સુધીમાં ભારત પાસે રાફેલ પણ હશે. કપલ 38 રાફેલ લડાકૂ વિમાનના ઓર્ડર આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 40 એલસીએ (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) પણ મળવાના છે. એચએએલ સુખોઈ-30 એરક્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 83 એલસીએ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તે માટે હવે પ્રાઈસ નેગોસિએશન કમિટી તેમનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં પણ નવા એરક્રાફ્ટ ભારતીય વાયુસેના પાસે હશે. પછી જેગુઆર, મિગ 29, મિરાજ 2000 જેવા લડાકૂ વિમાન સાથે તેમને રિપ્લેસ કરવામાં આવશે.

બીજી બાજુ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકમાં કેટલા આતંકી મારવામાં આવ્યા આ સવાલ પર ધનોઆએ કહ્યું, વાયુ સેનાનું કામ તેમનો ટાર્ગેટ હિટ કરવાનું છે. અમે એ નથી ગણતાં કે ત્યાં કેટલું નુકસાન થયું છે. જો અમારા ટાર્ગેટ સાચા ન લાગ્યા હોત તો અને માત્ર જંગલમાં બોમ્બ પાડ્યા હોત તો પાકિસ્તાન તરફથી જવાબ કેમ આવતો. નુકસાન કેટલું થયું છે તેનો આકંડો સરકાર જ જાહેર કરી શકે છે.

પાકિસ્તાનના વિમાનને બરબાદ કરી દેનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન વિશે તેમણે કહ્યું હતું કે, હાલ તેમની ફિટનેસ વિશે તપાસ કરવામાં આવી રહી છે. તેઓ જ્યારે ફિટ થશે એટલે ફરી લડાકૂ વિમાન ઉડાવી શકે છે.

એરસ્ટ્રાઈકમાં મિગ-21નો કેમ ઉપયોગ કરવામા આવ્યો તે વિશે વાયુસેનાના પ્રમુખે કહ્યું કે, મિગ-21 આપણું એક સારુ વિમાન છે. જેને અપગ્રેડ કરી દેવામાં આવ્યું છે. આ વિમાન પાસે સારી રડાર છે. જે વિમાન આપણી પાસે છે આપણે લડાઈમાં તેનો જ ઉપયોગ કરીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments