Monday, September 27, 2021
Homeમિથુન ચક્રવર્તી નો નાનો દીકરો નમાશી ચક્રવર્તી 'આર્ટિકલ 15' થી ડેબ્યુ કરશે
Array

મિથુન ચક્રવર્તી નો નાનો દીકરો નમાશી ચક્રવર્તી ‘આર્ટિકલ 15’ થી ડેબ્યુ કરશે

બોલિવૂડ ડેસ્ક: મિથુન ચક્રવર્તીનો નાનો દીકરો નમાશી ચક્રવર્તી બોલિવૂડમાં એક્ટર તરીકે ડેબ્યુ કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અનુભવ સિન્હાની અપકમિંગ ફિલ્મ ‘આર્ટિકલ 15’થી તે ડેબ્યુ કરશે. ‘આર્ટિકલ 15’ ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ઈશા તલવાર, સયાની ગુપ્તા અને કુમુદ મિશ્રા પણ સામેલ છે. નમાશીએ પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ‘ઇશ્કેદારિયયાં'(2015)થી કરી હતી. આ ફિલ્મમાં તેનો મોટો ભાઈ મહાઅક્ષય(મિમોહ) ચક્રવર્તી લીડ રોલ ભજવ્યો હતો. હવે નમાશીને આયુષ્માન સાથે કામ કરવાની તક મળી છે. નમાશી સહિત મિથુન ચક્રવર્તીના 4 સંતાનો છે.

ડિરકેટર અને પ્રોડ્યૂસર અનુભવ સિન્હાની ફિલ્મ ‘આર્ટિકલ 15’નું હાલ ઉત્તર પ્રદેશમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આયુષ્માન આ ફિલ્મમાં પોલીસનો રોલ ભજવી રહ્યો છે. આ એક ઇન્વેસ્ટિગેશન ડ્રામા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments