Tuesday, December 7, 2021
Homeમિનિ બુલેટ ટ્રેનનું એન્જિન વડોદરા પહોંચ્યું, કમાટીબાગમાં લોકો મુસાફરી કરશે
Array

મિનિ બુલેટ ટ્રેનનું એન્જિન વડોદરા પહોંચ્યું, કમાટીબાગમાં લોકો મુસાફરી કરશે

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની બુલેટ ટ્રેન નહીં પરંતુ તેની પ્રતિકૃતિ એવી મિનિ બુલેટ ટ્રેન શહેરમાં દોડશે. વડોદરાના કમાટીબાગમાં શહેરીજનોને મનોરંજન પૂરું પાડવા માટે બુલેટ ટ્રેન લવાઈ છે. આજે બુલેટ ટ્રેનનું એન્જિન આવી પહોંચતા એન્જિનને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા.

બાળકો અને પ્રવાસીઓ જોય ટ્રેનનો લાભ લે છે
વડોદરાના કમાટીબાગમાં હાલમાં જોય ટ્રેન ચાલુ છે. શનિવાર, રવિવાર, રજાના દિવસો તેમજ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. જેમાં જોય ટ્રેનમાં બાળકોથી મોટા લોકો બેસીને આનંદ માણે છે.
હવે લોકો ટૂંક સમયમાં જ ફૂલ્લી એ.સી. બુલેટ ટ્રેનમાં આનંદ માણી શકશે. કમાટીબાગમાં આવનાર પ્રવાસીઓ માટે આ બુલેટ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બનશે.
આજે વહેલી સવારે બુલેટ ટ્રેનનુ એન્જિન આવી પહોંચ્યું હતું. હાલમાં જે ટ્રેન માટેના ટ્રેક છે. તેમાં સુધારો-વધારો કરીને મિનિ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments