મિર્ચી બાબાને શોધી રહ્યા છે લોકો, જેમણે દિગ્વિજય સિંહની હાર પર લીધો હતો જળ સમાધિનો સંકલ્પ

0
28

મિર્ચી બાબા એટલે કે મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ, જેમનો ક્યાંય અત્તો-પત્તો નથી. ચૂંટણી પરિણામ આવ્યાં ત્યારથી લોકો તેમને શોધી રહ્યા છે, પરંતુ તેમનો સંપર્ક જ નથી થઈ રહ્યો. મિર્ચી બાબા ક્યાંક ભૂગર્ભમાં જતા રહ્યા હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ એ જ મિર્ચી બાબા છે, જેમણે દિગ્વિજય સિંહની જીત માટે હવન કર્યો હતો.

ભોપાલ સીટ પરથી દિગ્વિજય સિંહની જીત માટે કમ્પ્યૂટર બાબાની સાથે મિર્ચી બાબાએ પણ કામના કરી હતી. આ માટે મિર્ચી બાબા ભોપાલ આવ્યા હતા. તેમણે દિગ્વિજયની જીતનો સંકલ્પ લીધો હતો અને લાલ મરચાંનો હવન કર્યો હતો. આ હવનમાં કુલ 5 ક્વિંટલ મરચાં નાખવામાં આવ્યાં હતાં.

સ્વામી વૈરાગ્યનંદ ઉર્ફ મિર્ચી બાબાએ પાંચ ક્વિંટલ મરચાંથી હવન કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભોપાલ લોકસભા સીટના ઉમેદવાર દિગ્વિજય સિંહની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમના હવનથી સિગ્વિજયની જીત સુનિશ્ચિત થશે. સાથે-સાથે તેમણે એ પણ સંકલ્પ લીધો હતો કે, જો દિગ્વિજય સિંહની જીત નહીં થાય તો, તેઓ જીવતાં જ જળ સમાધિ લઈ લેશે. મિર્ચી બાબાએ 5 મેના રોજ મીડિયા સાથેની વતાચીત દરમિયાન આ જાહેરાત કરી હતી.

લોકસભા ચૂંટણી 2019માં દિગ્વિજય સિંહ હારી ગયા છે એટલે હવે લોકો મિર્ચી બાબાને શોધી રહ્યા છે. તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે અને ક્યાંય મળી પણ નથી રહ્યા. કહેવાય છે કે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here