‘મિલ્ખા’ બાદ ફરહાનની વધુ એક સ્પોર્ટ્સ ફિલ્મ, હવે બોક્સર બનશે

0
20

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’માં દોડવીર મિલ્ખા સિંહનો રોલ નિભાવ્યા બાદ ફરહાન અખ્તર હજુ એક સ્પોર્ટ્સ ફિલ્મ કરવા માટે તૈયાર છે. બોક્સિંગ પર આધારિત ફિલ્મમાં ફરહાન એક મુક્કાબાજનો રોલ કરશે અને આ ફિલ્મને પણ રાકેશ મેહરા જ ડિરેક્ટ કરશે.

ફિલ્મનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે. ફિલ્મનું નામ ‘તૂફાન’ હશે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ 2019ની મધ્યમાં શરૂ થશે. ફિલ્મના રાઇટર અંજુમ રજબઅલીએ કહ્યું કે, ફિલ્મ લોઅર મિડલ ક્લાસ પર આધારિત હશે, જેમાં બોક્સરની લવ સ્ટોરી બતાવવામાં આવશે.

હાલ રાકેશ મેહરા તેની આગામી ફિલ્મ ‘મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર’માં વ્યસ્ત છે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની છે. ફરહાન પણ હાલ પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘ગલી બોય’ની સફળતાને માણી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here