Tuesday, September 28, 2021
Homeમિશન મૂડમાં BJP, દિગ્ગજ નેતાઓ બે દિવસમાં તાબડતોડ 500 રેલીઓ અને જનસભાઓ...
Array

મિશન મૂડમાં BJP, દિગ્ગજ નેતાઓ બે દિવસમાં તાબડતોડ 500 રેલીઓ અને જનસભાઓ કરશે

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી દેશભરમાં આજથી તેમના ચૂંટણી અભિયાનની ગતિમાં વધારો કરી રહી છે. પાર્ટી 24 અને 26 માર્ચના રોજ વિજય સંકલ્પ સભાના માધ્યમથી 2019 લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે. આ બે દિવસોમાં પાર્ટી તાબડતોડ 500 રેલીઓ અને જનસભાને સંબોધશે.

યોગી આદિત્યનાથ આજે સહારનપુરમાંઃ કાર્યક્રમની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ તમામ દિગ્ગજ નેતાઓને વિવિધ ભાગોમાં આ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે જણાવ્યું હતુ. નકવી એ કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ દેશના અલગ અલગ વિસ્તારોમાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે. સાથે જ ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા રાજનાથ સિંહ 24 માર્ચના રોજ લખનઉમાં અને 26 માર્ચના રોજ દિલ્હીમાં આ સભાને સંબોધિત કરશે.

નકવીએ કહ્યું કે, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીનાં તમામ દિગ્ગજ નેતા દેશના અલગ અલગ લોકસભા વિસ્તારોમાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે. તેમણે આપેલા નિવેદનમાં કહ્યું કે, અમિત શાહ 24 માર્ચ આગરા અને 26 માર્ચના રોદ મુરાદાબાદમાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે. આ ઉપરાંત ગૃ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા રાજનાથ સિંહ 24 માર્ચના રોજ લખનઉમાં અને 26 માર્ચના રોજ દિલ્હીમાં આ સભાને સંબોધશે.
કોણ ક્યારે અને કયા સ્થળે સભાને સંબોધશે

તારીખ પાર્ટી સભ્ય સ્થળ
24 માર્ચ નીતિન ગડકરી નાગપુર
24 માર્ચ- 26 માર્ચ સુષ્મા સ્વરાજ ગૌતમ બુદ્ઘ નગર અને ગાઝિયાબાદ
24 માર્ચ-26 માર્ચ રવિશંકર પ્રસાદ પટના અને પશ્વિમ બંગાળ
24 માર્ચ – 26 માર્ચ જેપી નડ્ડા સંભલ અને શાહજહાપુર
24 માર્ચ – 26 માર્ચ પીયૂષ ગોયેલ બરેલી અને તમિલનાડુ
24 માર્ચ – 26 માર્ચ પ્રકાશ જાવડેકર ભીલવાડા અને પુણે
24 માર્ચ – 26 માર્ચ થાવરચંદ ગેહલોત ઉજ્જૈન અને ટિહરી ગઢવાલ
24 માર્ચ – 26 માર્ચ ધર્મેન્દ્ર પ્રધાન કટક અને બાલાસોર
24 માર્ચ – 26 માર્ચ નરેન્દ્રસિંહ તોમર ગ્વાલિયર અને મુરૈના
24 માર્ચ – 26 માર્ચ સ્મુર્તિ ઈરાની કાનપુર- ભદૌહી જૈનપુર
24 માર્ચ – 26 માર્ચ નિર્મલા સીતારામણ હૈદરાબાદ -ઉડ્ડડુપી
24 માર્ચ – 26 માર્ચ મુખ્તાર અબ્બાસ રામપુર અને અમરોહા
24 માર્ચ – 26 માર્ચ શિવરાજસિંહ ચૌહાણ ભોપાલ અને પુરી
24 માર્ચ – 26 માર્ચ યોગી આદિત્યનાથ વારાણસી અને ગાંધીનગર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments