મિશન સરકારઃ પરિણામ પહેલા મોદી વિરુધ્ધ મહાગઠબંધનની કવાયત તેજ

0
28

લોકસભા 2019ની ચૂંટણીના અંતિ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત થવાની સાથે જ વિપક્ષમાં ગઠબંધનની કવાયત તેજ થઇ ગઇ છે. વિપક્ષોના માનવા મુજબ આ ચૂંટણીમાં કોઇપણ પક્ષને બહુમતિ મળશે નહીં. આ પરિસ્થિતિમાં સત્તારૂડ એનડીએ અને વિપક્ષ પોતાની તરફ વધારેને વધારે પક્ષોને જોડવામાં લાગ્યાં છે.

જેને લઇને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ ‘ચૂંટણી બાદ ગઠબંધન’ મિશન પર કામ કરી રહ્યાં છે. ચંદ્રબાબુ નાયડુ દિલ્લીમાં વિપક્ષના અલગ-અલગ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. જેમાં માકપાના મહાસચિવ સીતારામ યેચૂરી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે શુક્રવારના રોજ મુલાકાત કરી. આજરોજ ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ શરદ યાદવને મળવા રવાના થશે.

લોકસભાની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં છે. ત્યારે તમિલનાડુના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ મિશન ગઠબંધનની કવાયત શરૂ કરી છે. ચંદ્રાબાબુની ઇચ્છા છે કે તેઓ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકત કરે. આજે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ચંદ્રાબાબુ નાયડુએ આપના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.

એટલું જ નહીં ચંદ્રબાબુ નાયડુએ મા.ક.પા.ના મહાસચિવ સીતારામ યેચુરી સાથે પણ મુલાકાત કરી હતી. ચંદ્રાબાબુ નાયડુ દિલ્લીમાં વિપક્ષના વિવિધ નેતાઓ સાથે સતત મુલાકાત કરી રહ્યા છે. નાયડુએ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ચંદ્રાબાબુ નાયડુએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અભિયાન પર સમય પહેલા લગાવેલા પ્રતિબંધ, દેશભરમાં ઈવીએમ ખોટવાયા અને ચૂંટણી પંચના વલણ સહિતના અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરી. હવે તેઓ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા માગે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here