Tuesday, December 7, 2021
Homeમિશેલની જેમ માલ્યા-નિરવ-ચોકસીને પણ પાછા લવાશે, સરકાર પાઇ-પાઇ વસૂલ કરશે: જાવડેકર
Array

મિશેલની જેમ માલ્યા-નિરવ-ચોકસીને પણ પાછા લવાશે, સરકાર પાઇ-પાઇ વસૂલ કરશે: જાવડેકર

જયપુર: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મિડીયા સામે નિવેદન આપ્યું છે કે મેહૂલ ચૌકસી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુઓને હાલમાં પાછા લવાયેલા ક્રિશ્ચિયન મિશેલની જેમ દેશમાં પાછા લવાશે. જાવડેકરે કહ્યું કે સરકાર જનતાની લૂંટેલી પાઇ પાઇ વસૂલ કરીને જ રહેશે. હાલમાં 13,700 કરોડ રૂપિયાના પીએનબી કૌંભાડના આરોપી મેહુલ ચૌકસીએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. પત્રકારોએ જ્યારે આ બાબતે જાવડેકરની પ્રતિક્રીયા પુછી હતી ત્યારે કેન્દ્રીય મંત્રીએ આ પ્રકારનો જવાબ આપ્યો હતો. પીએનબી કૌંભાડમાં નિરવ મોદી પણ આરોપી છે તો બીજી બાજુ માલ્યા પર પણ ભારતીય બેન્કોનું રૂપિયા 9 હજાર કરોડનું દેવું ચૂકવવાનું બાકી છે. આ ત્રણેય દેશ છોડીને ભાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે રૂપિયા 3600 કરોડના ઓગસ્ટા વેસ્ટલૈન્ડના કૌંભાડમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચયન મિશેલને ભારત સરકાર દુબઇથી પ્રત્યાર્પણ સમજૂતી મુજબ પાછી લાવવામાં સફળ થઇ હતી.

ત્રણેય ભાગેડૂઓ કોંગ્રેસ સરકારમાં નથી ભાગ્યા પણ મોદીના આવવાથી ભાગ્યા: જાવડેકર

એક ચોંકાવનારું નિવેદન કરતા કેન્દ્રીય માનવસંસાધન પ્રધાન જાવડેકરે જણાવ્યું કે, પહેલાની કોંગ્રેસ સરકાર મેહુલ ચોકસી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવા દેવાદારોને કોઇ સિક્યોરિટી વિના લોન આપવા બેંન્કો પર દબાણ લાવતી હતી. જયા સુધી કોંગ્રેસ સરકાર હતી, આ લોકો દેશ છોડીને ભાગ્યા નહોતા. મોદી સરકારના આવ્યા બાદ માલ્યા, નિરવ અને ચોકસીને એ વાતનો અહેસાસ થઇ ગયો હતો કે આવા કૌંભાડ હવે નહિ કરી શકાય અને પરિણામે ત્રણેય દેશ છોડીને ભાગ્યા. વધુમાં જાવડેકરે ઉમેર્યું કે જે રીતે ભારત સરકારે ક્રિશ્ચિયન મિશેલને પ્રત્યર્પણથી પાછી લઇ આવી તે જ રીતે માલ્યા-નિરવ-ચોકસીને પણ બોધપાઠ શીખવાડાશે. ત્રણેયની વિદેશોમાં રહેલી સંપત્તિઓનો કબજો લઇ લેવાશે.

કોણ છે ક્રિશ્ચિયન મિશેલ ?
  • ક્રિશ્ચિયન મિશેલ એ ઓગસ્ટા વેસ્ટલૈન્ડ કંપનીમાં 1980થી કામ કરતો હતો. ક્રિશ્ચિયન મિશેલનો પિતા પણ આ જ કંપનીમાં ભારતીય ક્ષેત્રની બાબતોનો સલાહકાર તરીકે સેવા આપતો હતો. આ રીતે મિશેલ ભારતમાં ઘણી વાર રક્ષા સૌદાઓની માટે અવરજવર કરતો રહેતો. મિશેલ સંરક્ષણ સામાનની ખરીદીની બાબતોમાં વાયુસેના અને રક્ષા મંત્રાલયની વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવતો હતો.
  • આ જ ક્રિશ્ચિયન મિશેલ પર ઓગસ્ટા વેસ્ટલૈન્ડ કંપનીના હેલિકોપ્ટરની ખરીદીની બાબતમાં રૂપિયા 225 કરોડની જંગી દલાલી લેવાનો આરોપ છે. આ મામલામાં પુર્વ સેના પ્રમુખ એસપી ત્યાગી પણ આરોપી છે. મિશેલની વિરૂધ્ધમાં 24 સપ્ટેમ્બર 2015માં ગેરજમાનતી વોરંટ જાહેર કરાયુ હતુ.
  • ફેબ્રુઆરી 2017માં મિશેલની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. છેવટે મિશેલની દુબઇ પોલીસે ધરપરડ કરી હતી અને તે ત્યા યુએઇની જેલમાં હતો જેને ભારત સરકાર પ્રત્યપર્ણ ની શરતો મુજબ ભારત પાછો લાવવામાં સફળ થઇ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments