મીડિયાએ મને અને સમર્થકોને ‘ધાર્મિક પક્ષપાત’નો શિકાર બનાવ્યાઃ તુલસી ગબાર્ડ

0
28

વોશિંગ્ટનઃ અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર તુલસી ગબાર્ડે મીડિયા પર ‘ધાર્મિક પક્ષપાત’નો આરોપ લગાવ્યો છે. અમેરિકાની પ્રથમ હિંદુ સાંસદ તુલસીએ કહ્યું કે, તેમના નામને કારણે સમર્થકો અને દાતાઓ પર હિંદુ રાષ્ટ્રવાદી હોવાનો આરોપ લાગી રહ્યો છે. તુલસીએ રવિવારે ધાર્મિક સમાચાર સેવા માટે છપાયેલા લેખમાં આ વાત કહી હતી.

મોદી સાથેની મલાકાતને કારણે નિશાન બનાવાઈ રહી છે- તુલસી
  • તુલસી 2013થી અમેરિકાના હવાઈ રાજ્યમાંથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ સાંસદ છે. તેમણે કહ્યું કે, હું પ્રથમ હિંદુ-અમેરિકન છું, જેની કોંગ્રેસમાં પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઉમેદવાર માટે પ્રોજેક્ટ કરાઈ છે જેનો મને ગર્વ છે.
  • તુલસીએ 11 જાન્યુઆરીએ ઉમેદવારી અંગેની જાહેરાત કરી હતી. જો તુલસીની ડોનાલ્ડ ટ્રમ્પ સામે લોકશાહી ઉમેદવાર તરીકેની પસંદગી થશે અને ટણી જીતી જશે તો તે અમેરિકાની પહેલી મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિનું પદ મેળવી શકે છે. આ ઉપરાંત તુલસી અમેરિકાની પહેલી બિન-ઈસાઈ અને પહેલી હિંદુ રાષ્ટ્રપતિ પણ બનશે.
  • તેમણે કહ્યું કે, ભારતનાં વડાપ્રધાન સાથે થયેલી મારી મુલાકાતને કારણે મને નિશાન બનાવાઈ રહી છે. જ્યારે રાષ્ટ્રપતિ ઓબામા, મંત્રી ક્લિંટન, ટ્રંપ અને કોંગ્રેસમાં મારા ઘણા સાથીઓ મોદી સાથે મુલાકાત ઉપરાંત તેમની સાથે કામ પણ કરી ચુક્યા છે
  • રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનવા માટે તુલસીને પ્રાથમિક ચૂંટણીઓમાં જીતવુ પડશે. તેમનો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીનાં ઓછામાં ઓછા 12 સાંસદો સાથે થશે. તેમની પહેલા ડેમોક્રેટિક સીનેટર એલીઝાબેથ વોરેન પણ દાવેદારી નોંધાવી ચુકી છે. ભારતીય મૂળની 54 વર્ષીય કમલા હૈરસિ પણ દાવેદારોની દોડમાં સામેલ છે.
તુલસીએ ગીતાનાં નામે શપથ ગ્રહણ કર્યા હતા

37 વર્ષીય તુલસીનો જન્મ અમેરિકાનાં સમોઆમાં એક કૈથોલિક પરિવારમાં થયો હતો. તેમની માતા કોકેશિયન હિન્દુ છે. આ ઉપરાંત તુલસી ગબાર્ડ પણ બાળપણથી  હિન્દુ ધર્મનું અનુકરણ કરે છે. સાંસદ બનનારી તુલસી પહેલી સાંસદ હતી જેને ભગવદ ગીતાના નામે શપથ ગ્રહણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here