Thursday, October 21, 2021
Homeમીડિયાને જૈશની ઓફિસ લઇ જશે પાકિસ્તાન, બહાવલપુરમાં જૈશના હેડક્વાર્ટર, મદરેસા અને મસ્જિદ...
Array

મીડિયાને જૈશની ઓફિસ લઇ જશે પાકિસ્તાન, બહાવલપુરમાં જૈશના હેડક્વાર્ટર, મદરેસા અને મસ્જિદ પર કબજો

ઇસ્લામાબાદઃ પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન સરકારે શુક્રવારે બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર, એક મદરેસા અને મસ્જિદને કબજામાં લીધા. અહીં મસૂદના ઠેકાણાં છે. ગુરૂવારે પણ વડાપ્રધાન ઇમરાન ખાને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિજ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ અગાઉ પાકિસ્તાનની સેનાએ આતંકી હુમલાને લઇને પ્રેસ કોન્ફરન્સમાં ખોટાં તથ્યો રજૂ કર્યા અને ભારત સામે આતંકવાદાના આરોપો લગાવ્યા હતા.

CRPF કાફલા પર હુમલો
જૈશ-એ-મોહમ્મદના ફિદાયીને 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 44 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને અલગ કરવાના અનેક મોટાં પગલાં ઉઠાવ્યા છે. ઇમરાન ખાન સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર, પીઓકેમાં 40 ગામો ખાલી કરાવવામાં આવ્યા છે અને 127 ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમેરિકાએ જમાતને આતંકી સંગઠન જાહેર કર્યુ
જમાત-ઉદ-દાવા લશ્કર-એ-તૌયબાનું સંગઠન છે. પોતાની ગતિવિધિઓને અંજામ આપવા માટે ફલાહ-એ-ઇન્સાનિયત નામના સંગઠનની મદદથી ફંડ એકઠું કરે છે. બંને સંગઠનોના પાકિસ્તાનમાં 50,000થી વધુ સભ્યો છે. જમાત-ઉદ-દાવાના નેટવર્કમાં 300થી વધુ મદરેસા છે. અમેરિકાએ જૂન 2014માં જમાત-ઉદ-દાવાને આતંકી સંગઠન જાહેર કર્યુ હતું. તેનો ચીફ હાફિઝ સઇદ વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ છે.
કંટ્રોલનો નિર્ણય ગુરૂવારે લેવામાં આવ્યો
પાકિસ્તાનના સુચના પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને જણાવ્યું કે, પંજાબ પ્રાંતની સરકારે આ કાર્યવાહી ગુરૂવારે થયેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય હેઠળ લીધી છે. ફવાદે કહ્યું કે, જે મદરેસાને જૈશનું આતંકી ઠેકાણું કહેવામાં આવે છે, તે ચેરિટીનું કામ કરે છે અને શનિવારે આ વાતની પુષ્ટિ માટે પંજાબ સરકાર મીડિયા કર્મીઓને આ મદરેસાની મુલાકાતે લઇ જશે.
ફવાદ હુસૈને આજે શનિવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું કે, સિક્યોરિટી કાઉન્સિલની મીટિંગમાં નક્કી કરેલા નેશનલ એક્શન પ્લાન હેઠળ અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. આ ક્રમમાં પંજાબ પ્રાંતની સરકારે બહાવલપુરમાં એક મસ્જિદનું વહીવટી નિયંત્રણ પણ પોતાના હાથમાં લઇ લીધું છે. આ એ જ મસ્જિદ છે જેને ભારતની તરફથી જૈશ-એ-મોહમ્મદની મુખ્ય ઓફિસ ગણવામાં આવતી હતી. શનિવારે પંજાબ સરકાર મીડિયાકર્મીઓને આ મદરેસમાં લઇ જશે જેથી લોકો અંદાજ લગાવી શકે કે 700 સ્ટુડન્ટ્સની સાથે આ મદરેસા ચેરિટીનું કામ કરે છે.
અમે ફરીથી એ કહેવા માંગીએ છીએ કે, મદરેસા પર કાર્યવાહીનો કાશ્મીરી હુમલા સાથે કોઇ સંબંધ નથી. નેશનલ એક્શન પ્લાન અમારી નીતિ છે, જેને તમામ દળોનું સમર્થન મળેલું છે અને અમે તેનું અનુકરણ કરી રહ્યા છીએ.https://twitter.com/pid_gov/status/1099038249765474304

ગુરૂવારે વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક થઇ હતી, જેમાં ગેરકાયદેસર ગણાવેલા સંગઠનો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવા અને તેના ચેરિટી સંગઠન ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. પાકિસ્તાની અધિકારીઓ અનુસાર, જમાત-ઉદ-દાવાના નેટવર્કમાં 300 મદરેસા, સ્કૂલ અને હોસ્પિટલો સામેલ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments