Saturday, September 25, 2021
Homeમીડિયા વિરૂદ્ધ અભદ્ર વાણી વિલાસ કરનાર નિલેશ એરવાડિયાની મોરબી પોલીસે ધરપકડ કરી
Array

મીડિયા વિરૂદ્ધ અભદ્ર વાણી વિલાસ કરનાર નિલેશ એરવાડિયાની મોરબી પોલીસે ધરપકડ કરી

રાજકોટ:મીડિયા વિરુદ્ધ બીભત્સ વાણી વિલાસ કરવાના ગુનામાં પાસના આગેવાન નિલેશ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કોર્ટે નિલેશ એરવાડિયાના દોઢ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. હાઇકોર્ટના આગોતરા જામીનના દોઢ વર્ષ બાદ મોરબી બી ડિવિઝન પોલીસે નિલેશ એરવાડિયાની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત અનુસાર મોરબીનાં પત્રકાર અતુલ જોશીએ દોઢ વર્ષ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.મોરબી મીડિયા ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિયો ક્લીપના પૂરાવાના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે પોલીસે મોબાઈલ કબજે કરી એફએસએલમાં મોકલાયા હતા. ઉલ્લેખનીય છે કે, નિલેશ એરવાડિયા દ્વારા મીડિયા ને ગાળો આપવા અને મીડિયાની ઓફિસો સળગાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બદલ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments