મુંબઇમાં પ્રતિ એકરના હિસાબથી દેશનો સૌથી મોંઘો જમીન સોદો થયો છે. જેને આખા રિઅલ એસ્ટેટ માર્કેટમાં અચંબામાં મૂકી દીધા છે. જાપાનના સુમિતોમો ગ્રૂપે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં ત્રણ એકરના પ્લોટ માટે 2238 કરોડ રૂપિયાની હરાજી લગાવી છે. કહેવાય છે કે સુમિતોમો ગ્રૂપે એક એકર માટે લગભગ 745 કરોડ રૂપિયા ચૂકવશે.
જાણકારોના મતે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સનો પ્લોટ બીજા બે પ્લોટ સાથે કેટલાંય મહિનાઓ પહેલાંથી વેચાણ માટે હતો, પરંતુ રિઅલ એસ્ટેટમાં મંદીના લીધે તેને કોઇ ખરીદદાર મળી રહ્યું નહોતું. મુંબઇના સ્થાનિક ડેવલપર્સ પણ આ પ્લોટમાં મૂડી લગાવતા ડરી રહ્યા હતા
રિઅલ એસ્ટેટના નિષ્ણાતોના મતે સુમિતોમો ગ્રૂપનો આ જમીન સોદો એટલા માટે સ્તબ્ધ કરનારો છે કારણ કે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ જેવી પ્રાઇમ કોમર્શિયલને તેમણે ખૂબ જ વધુ કિંમતમાં ખરીદી છે.
કહેવાય છે કે જે પ્લોટને સુમિતોમો ગ્રૂપે ખરીદી છે તેની રિઝર્વ પ્રાઇઝ પ્રતિ વર્ગ મીટર 3.44 લાખ રૂપિયા હતી. આની પહેલાં 2010મા લોઢા ગ્રૂપે એમએમઆરડીએના વડાલામાં 6.2 એકર પ્લોટના 4050 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. એટલે કે પ્રતિ એકર 653 કરોડ રૂપિયા લોઢા ગ્રૂપે ચૂકવ્યા હતા.
સુમિતોમોની રિઅલ એસ્ટેટ ડીલ સાથે જોડાયેલા લોકો જણાવે છે કે સુમિતોમોની યોજના અહીં કોમર્શિયલ ઓફિસ કોમ્પલેક્સ બનાવાની છે. તે પોતાના ભારતીય એકમને પણ અહીં સ્થાપિત કરી શકે છે.
કહેવાય છે કે આ ડીલ બાદ સુમિતિમો ભાડ પર ઓફિસ આપવાના સેકટરમાં ઉતરી શકે છે. પહેલેથી કેટલીય વિદેશી કંપનીઓ આ સેકટરમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.
આ ડીલ બાદ ભારત અને જાપાનની વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળવાની વાત કહેવાય છે. આમ તો ભારતના બિઝનેસ ક્ષેત્રમાં સુમિતોમોની પહેલેથી જ ઘણી હાજરી રહી છે. તેમાં સુમિતોમો મિતસુઇ ફાઇનાન્સિયલ ગ્રૂપ, એનઇસી કોર્પોરેશન અને નિપ્પન સ્ટીલ, માજ્દા મોટર્સ સામેલ છે. સાથો સાથ એ પણ કહેવાઇ રહ્યું કે આ પ્રોપર્ટી ડીલથી મુંબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવશે.