મુંબઇ: સિનિયર્સની સતત જાતિગત રેગિંગ અને ટોર્ચરથી કંટાળી ડૉક્ટરની આત્મહત્યા

0
38

મુંબઇના નાયર હોસ્પિટલની મેડિકલ વિદ્યાર્થીની પાયલ તડવીએ કથિત રીતે પોતાની ત્રણ સીનિયરો તરફથી વારંવાર કરાતી જાતિગત ટિપ્પણીથી કંટાળી આત્મહત્યા કરી લીધી. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલ તંત્રને પીડિતાએ આ વિશે જણાવ્યું પણ હતું પરંતુ તંત્રે કોઇ પગલા ન લીધા.

મુંબઇના નાયર હોસ્પિટલમાં મે 2018માં પાયલ તડવીનું એડમિશન થયું હતું અને તે હોસ્પિટલમાં રેજિડેન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત હતી. અનામત ક્વોટાથી એડમિશન હોવાને કારણે તેના ત્રણ સીનિયર આ મામલે તેને હેરાન કરતા હતા અને વારંવાર તેનો ઉલ્લેખ પણ કરતા હતા.

આ સિલસિલો ઘણા મહીનાઓ સુધી ચાલતો રહ્યો. વિદ્યાર્થીનીએ તેની ફરિયાદ હોસ્ટલના અધિકારીઓને પણ કરી હતી પરંતુ તંત્રે કોઇ કાર્યવાહી કરી નહીં. 22 મે કથિત રીતે વારંવારની હેરાનગતિથી કંટાળી આત્મહત્યા કરી લીધી. હવે પરિવાર આ મામલે ન્યાયની માંગ કરી રહ્યો છે.

એએનઆઇની રિપોર્ટ અનુસાર આ ઘટના બાદ મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેજિડેન્ટ ડૉક્ટર્સે ત્રણે આરોપીઓની મેમ્બરશિપ કેન્સલ કરી દીધી છે. ત્રણેય આરોપી હેમા આહુજા, ભક્તિ મેહર અને અંકિતા ખંડેલવાલ 22 મેથી ફરાર છે.

પીડિત વિદ્યાર્થીનીના સહ વિદ્યાર્થીનીઓ અનુસાર એડમિશન બાદ થી જ સીનિયર સતત રેગિંગ અને ટોર્ચર કરી રહ્યા હતા. અને ફરિયાદ બાદ પણ કોઇ મદદ ન મળવાને કારણે હાલત વધુ ખરાબ બની ગઇ હતી. આ ઘટના વિરુદ્ધ વિદ્યાર્થીઓએ હોસ્પિટલમાં પ્રદર્શન પણ કર્યું.

હાલ હોસ્પિટલના અધિકારીઓએ આ આખા મામલાની તપાસના આદેશ આપી દીધા છે. ત્યારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એક્ટ 306 અને એસટી-એસી કાનૂન હેઠળ એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here