Sunday, November 28, 2021
Homeમુંબઈનાં દંપતીને બે પુત્રી હોવા છતાં પુત્રની ઘેલછાને કારણે સુરતમાં બાળક ચોરવાનો...
Array

મુંબઈનાં દંપતીને બે પુત્રી હોવા છતાં પુત્રની ઘેલછાને કારણે સુરતમાં બાળક ચોરવાનો પ્રયાસ કર્યો

મુંબઈ:નવી સિવિલમાંથી બાળક ચોરવાની કોશિશ કરી તે ઘટનામાં મુંબઇનાં દંપતીને પુત્ર પ્રાપ્તિની ઘેલછા જેલ સુધી દોરી ગઈ હોવાનું સામે આવ્યું છે. બે પુત્રીનાં માતા-પિતાને પુત્ર મેળવવાની ઝંખના હતી. જેથી સુરત રહેતી પિતરાઇ બહેનને વાત કરી. તેણે પોતે પ્રેગનેન્ટ હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું. મુંબઇથી દંપતી આવ્યું તો તેને લઈ નવી સિવિલ હોસ્પિટલે પહોંચી. જ્યાંથી બાળક ચોરવાનો પ્રયાસ કર્યો પણ બાળકના પિતાની જાગૃતિથી તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

નવી સિવિલનાં ગાયનેક વોર્ડની બહારથી શનિવારે બપોરે 3 વાગ્યે બાળક ચોરવા આવેલા મંજુદેવી રમેશ યાદવ, સુશીલા રામસજીવન યાદવ અને તેનો પતિ રામસજીવન હીરાલાલ યાદવની ખટોદરા પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. જે ત્રણેયને રવિવારે ત્રણ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં અરજી કરતા જજે રિમાન્ડ નામંજૂર કર્યાં હતાં. પરિણામે ત્રણેયને કોર્ટ કસ્ટડી, લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.
સુરતમાં બાળક ચોરવાનો નિષ્ફળ પ્રયાસ
તપાસનીશ અધિકારી પોસઈ આર.સી. નાગોલે કહ્યું કે મુંબઈ રહેતા દંપતીને બે પુત્રી છે. પણ પુત્ર નથી. જેથી પુત્ર મેળવવા સુશીલાએ સુરત રહેતી તેની પિતરાઇ બહેન મંજુદેવીને વાત કરી હતી. મંજુદેવીએ પુત્ર આપવાની ખાતરી આપી હતી. પોતે પ્રેગનન્ટ છે તેવું કહી આ દંપતીને મુંબઇથી સુરત બોલાવ્યું. પછી બાળક દત્તક લેવાનું કહી તે આ દંપતીને લઈ નવી સિવિલ હોસ્પિટલ પર પહોંચી હતી. જ્યાંથી બાળક ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં રામસજીવન ટેક્સી ચલાવીને જ પત્ની સાથે પુત્ર મેળવવા સુરત આવ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments