Sunday, November 28, 2021
Homeમુંબઈની કંપની સાથે કોન્ટ્રાકટના નામે સૌરાષ્ટ્રના 4 શખ્સોએ 50 લાખની ઠગાઈ કરી
Array

મુંબઈની કંપની સાથે કોન્ટ્રાકટના નામે સૌરાષ્ટ્રના 4 શખ્સોએ 50 લાખની ઠગાઈ કરી

રાજકોટ:  કાલાવાડ રોડ પર સાંઈબાબા કોમ્પ્લેક્ષમાં સુપ્રિમ બીલકોલ નામની પેઢીની ઓફિસ ચાલુ કરીને રાજકોટના પંકજ પટેલ, આશિષ ડઢાણિયા, ગોંડલના નીલેષ ચનાભાઈ ચૌહાણ અને જામનગરના અભિજીતસિંહ જાડેજા, રાજુ અને સંદિપ રાઠોડે મુંબઈની કંપની સાથે 50 લાખની મશીનરી તેમજ તેનું ત્રણ માસનું 33 લાખ રૂપિયા ભાડું નહિ ચુકવી ઠગાઈ કરી છે. જેથી મુંબઈની કંપનીના અભયકુમારસિંગ અને ઓમપ્રકાશસીંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

તપાસનીસ ASI સી.બી.જાડેજાએ આપેલી વિગતો મુજબ ફરિયાદી કંપની આર્મી અને નેવીમાં ટાવર સહિતના કામોના કોન્ટ્રાક્ટ અને પાર્ટસ બનાવે છે. તેમજ ભાડે આપવાનું કામકાજ ધરાવે છે. આરોપીઓએ મળીને કાગળ પર એક કંપની ઉભી કરી હતી. ઓફિસ સાંઈબાબા કોમ્પ્લેક્ષમાં તેમજ કંપનીનું ગોડાઉન વાવડીમાં દર્શાવ્યું હતું. ગઠીયાઓએ મુંબઈની કંપનીનો કોન્ટેક્ટ કરી પોતાની કંપનીને જામનગર વાલસુરામાં નેવીમાં ટાવરનું કામ મળ્યું છે. જેના માટે મશીનરીની જરૂરીયાત હોવાની વાત કરી હતી.

મુંબઈની કંપનીને મશીનરીનું મહિને 11 લાખ રૂપિયા ભાડું અને 10 મહિના સુધી મશીનરી ભાડે જોઈતી હોવાની ડિમાન્ડ મુકી હતી. મુંબઈની કંપની પણ ઉંચા ભાડાની લાલાચમાં આવી હતી અને કરારો કર્યા હતાં. આરોપીઓએ કંપનીને એડવાન્સ ચેર પણ આપ્યા હતા. જેથી કંપનીને 47.79 લાખની મશીનરી મોકલ્યા હતાં. ગત વર્ષ સપ્ટેમ્બરથી નવેમ્બર એમ 3 મહિના સુધી ભાડું આવ્યું ન હતું. આ સાથે જ ચેક પણ રિટર્ન થતાં મુંબઈની કંપનીના કર્મચારી રાજકોટ રૂબરૂ દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં જે એડ્રેસ હતું ત્યાં આવું કંઈ જોવા મળ્યું ન હતી.  સાથે જ આરોપીઓના નામો પણ પુરા મળ્યાં ન હતા. ગોડાઉનના નામે એક શેડ પંકજ પટેલ નામધારીએ પોતાના નામ પર ભાડા પર રાખેલો હતો. વિશ્વામસાં છેતરાયેલી કંપનીએ અંતે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments