મુંબઈમાં સ્ટોક એક્સચેન્જના ગુજરાતી રોકાણકારે ગામદેવીમાં અગાશી પરથી મોતની છલાંગ લગાવી

0
31

મુંબઈ: સ્ટોક એક્સચેન્જના ગુજરાતી રોકાણકારે દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં અગાશી પરથી ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યું છે. મૃતકનો મોબાઇલ પોલીસને ટેરેસ પરથી મળી આવ્યો હતો. જેમાં ‘સર્ચ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ડ્રોઅર’ એવો સંદેશ પરિવારજનો માટે લખ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગામદેવી પોલીસે એડીઆર દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગામદેવી ખાતે બી. ડી. રોડ પર આવેલી 10 માળની પ્રભાત બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ફ્લેટમાં પરિવારજનો સાથે રહેતા નીલેશ શાહે રવિવારે સવારે 7થી 7.15 વચ્ચે અગાશી પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. નીલેશ શાહ વહેલી સવારે અગાશી પર ગયા હતા. જોકે અગાશી લૉક હોવાથી તેઓ નીચે રિસેપ્શનમાં આવ્યા હતા અને વોચમેન પાસે અગાશીની ચાવી લઇને પાછા અગાશી પર ગયા હતા, જ્યાંથી તેમણે નીચે ઝંપલાવી દીધું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ નિલેશને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસને ટેરેસ પરથી નીલેશ શાહનો મોબાઇલ મળી આવ્યો હતો, જેમાં પરિવારજનો માટે સંદેશો લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે ‘સર્ચ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ડ્રોઅર’. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here