- Advertisement -
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ 144 લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર મુંબઈ શહેરમાં શાંતિ સુનિશ્ચિત કરવા અને જાહેર વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખલેલ ટાળવા માટે મુંબઈ પોલીસે 4 ડિસેમ્બરથી કરીને 2જી જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ કરી દીધી છે.એટલે કે હવે મુંબઈમાં કોઈ એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર શહેરમાં કલમ 144 સાથે સાથે 4 ડિસેમ્બર 2022થી 2 જાન્યુઆરી 2023 સુધી હથિયારો, ફાયર આર્મ્સ, તલવારો અને અન્ય હથિયારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં 4 ડિસેમ્બર 2022થી 2 જાન્યુઆરી 2023 દરમિયાન જાહેર સ્થળોએ સૂત્રોચ્ચાર, પ્રદર્શન અને ગીતોના પ્રદર્શન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.