Monday, October 25, 2021
Homeમુંબઈમાં 9 માર્ચે 44 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે, મોદીએ તમામને એક પત્ર લખી...
Array

મુંબઈમાં 9 માર્ચે 44 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે, મોદીએ તમામને એક પત્ર લખી શુભેચ્છા પાઠવી

મુંબઈ:મહારાષ્ટ્રમાં 44 સામૂહિક દીક્ષાનો મહામહોત્સવ 9 માર્ચથી શરૂ થશે. 13 માર્ચ સુધી ચાલનારા આ મહામહોત્સવમાં ‘સૂરિ રામચંદ્ર’ તથા ‘સૂરિ શાંતિચંદ્ર’ના અનંત આશિષથી તથા સૂરિ શાંતિના શિષ્યરત્ન મોક્ષમાર્ગ મસીહા જૈનાચાર્ય પૂજ્ય જિનચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા દીક્ષાધર્મના મહાનાયક જૈનાચાર્ય પૂજ્ય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાની અધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા 44-44 દીક્ષાર્થીઓ 13 માર્ચ બોરીવલી-ચીકુવાડીમાં 3.5 લાખ સ્ક્વેર ફૂટમાં રચાયેલી નગરીમાં એક સાથે સંસારનો ત્યાગ કરશે. ત્યારે આ 44 દીક્ષાર્થીઓને પીએમ મોદીએ શુભકામના પાઠવી છે.

આ 44 દીક્ષા સાથે આ બન્ને જૈનાચાર્યના ઘડતરથી માત્ર 52 મહિનામાં 150 જેટલી દીક્ષા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પત્ર દ્વારા તમામ દીક્ષાર્થીઓ અને મહાનુભવોને વધામણાં અને શુભેચ્છા આપી છે. મોદીએ પત્રમાં જણાવ્યું છે કે જૈન દર્શન સદીઓથી વિશ્વભરમાં માનવતા અને શાંતિનો પ્રસાર કરી રહ્યો છે. પોતાનાં કર્મો પૂરી નિષ્ઠા સાથે કરવા પર બળ આપતા વિવિધ તીર્થંકરોએ ઉચ્ચ આદર્શ પ્રસ્તુત કર્યા છે અને દુનિયાને અહિંસા, કર્મ, સમાનતા, શાંતિ અને અપરિગ્રહ જેવા કલ્યાણકારી વિચાર આપ્યા. મને વિશ્વાસ છે કે દીક્ષા પ્રાપ્ત કરનારા દીક્ષાર્થીઓ જૈન ધર્મની આ મહાન પરંપરાને આગળ વધારશેઅને જન-જનના કલ્યાણ માટે પોતાનું યોગદાન આપશે.
મુંબઈમાં જ નહીં, ભારતભરમાં આ દીક્ષા મહોત્સવને લઈ રોમાંચ છે. 12 વર્ષથી લઈ 66 વર્ષના દીક્ષાર્થીઓમાં 12 ભાઈઓ, 32 બહેનો છે. મોટા ભાગના એજ્યુકેટેડ તથા 25 વર્ષથી નીચેના છે. બે આખા પરિવાર દીક્ષા લે છે તો ચાર સગી બહેનોની જોડી દીક્ષા લે છે. માત્ર મુંબઈમાં જ નહીં, ભારતભરમાં આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. મુંબઈના એક લાખથી વધુ જૈન પરિવારોને ગોળ સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. મહોત્સવના આયોજક અધ્યાત્મ પરિવારના મોભી જૈનશાસન રત્ન શ્રી હિતેશભાઈ મોતાના જણાવ્યા મુજબ અનેક આચાર્યભગવંતો, 650થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ભારતભરના શ્રી સંઘોની ઉપસ્થિતિમાં લગભગ પચાસ હજારથી વધુ ધર્મપ્રેમીઓ આ દીક્ષા મહોત્સવમાં પધારશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments