Tuesday, September 21, 2021
Homeમુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન માટે 50 મીટરના ટ્રેનિંગ ટ્રેક્સ તૈયાર
Array

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન માટે 50 મીટરના ટ્રેનિંગ ટ્રેક્સ તૈયાર

મુંબઈ:મુંબઈ- અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રેનિંગ ટ્રેક્સ હાઈ સ્પીડ રેલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (એચએસઆરટીઆઈ)માં તૈયાર થઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટની કામગીરીમાં કર્મચારીઓને તાલીમબદ્ધ કરવા માટે જાપાનની શિંકેનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ શક્તિશાળી કોન્ક્રીટમાંથી બે 50 મીટરના ટ્રેક સ્લેબ્સ બનાવવામાં આવ્યા છે. આ ટ્રેનિંગ ટ્રેક્સમાં 50 મીટર સીધી લાઈનમા અને અન્ય 50 મીટર વળાંક સાથેની લાઈનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ) દ્વારા આ ટ્રેક ગોઠવવામાં આવ્યા છે, જે ગુજરાતના વડોદરામાં એચએસઆરટીઆઈ સ્થાપી રહી છે.

HSRTI હાઈ સ્પીડ રેલમાં માનવબળને તાલીમબદ્ધ કરવાનું કામ કરે છે. સંસ્થા આશરે રૂ. 600 કરોડના ખર્ચે નેશનલ એકેડેમી ઓફ ઈન્ડિયન રેલવેઝ (NAIR)ના કેમ્પસ પર પાંચ હેક્ટર જમીન ક્ષેત્ર પર સ્થાપવામાં આવી છે. જે માંથી રૂ. 38 કરોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ખર્ચ કરાશે. NHSRCL હોસ્ટેલ ઈમારત અને તાલીમ માટે સ્લેબ ટ્રેક સ્થાપી રહી હોવાનું ગયા વર્ષે જણાવવામાં આવ્યું હતું, જે હવે તૈયાર છે.
      ભારતીય રેલવેમાં પારંપરિક રીતે તીક્ષ્ણ વળાંકો જોવા મળે છે તેનાથી વિપરીત બુલેટ ટ્રેન કોરિડોર માટે વળાંકનું પરિઘ આશરે 6000 મીટર હશે, જે આ ટ્રેનની પ્રતિ કલાક 320 કિમી ગતિને ધ્યાનમાં લઈને છે. કોર્પોરેશન દ્વારા ભરતી કરવામાં આવનારા લોકોને તાલીમ આપવા માટે ગયા વર્ષે જાપાનથી કુલ 20 સ્લેબ આયાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જેઆઈએસ (જાપાન ઈન્ડસ્ટ્રિયલ સ્ટાન્ડર્ડ)ની 200 મીટર રેલ, 13 મીમી પરિઘનું રેબાર પણ જાપાનથી આયાતક કરવામાં આવ્યું છે. 508.17 કિમીનો આ પ્રસ્તાવિત માર્ગ મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલીથી પસાર થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments