Tuesday, September 21, 2021
Homeમુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ 30 નવેમ્બરથી હાઈ સ્પીડથી શરૂ થશે
Array

મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ 30 નવેમ્બરથી હાઈ સ્પીડથી શરૂ થશે

મુંબઈ:નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ (NHSRCL) અનુસાર બુલેટ ટ્રેનનું કામ 30 નવેમ્બરથી શરૂ થશે. જોવામાં આવે તો નેશનલ હાઈસ્પીડે ૩૦ ટકા જમીનનું સંપાદન કરી લીધું છે. હાલમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોર પર મુખ્ય લાઈનના 237 કિલોમીટર પર ડીઝાઈન, સિવિલ કન્સ્ટ્રકશન અને મકાન બાંધકામ, પરિક્ષણ સહિતના કામો માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત 15 જુલાઈએ બંધ થશે.

બુલેટ ટ્રેનનો 47 ટકા ભાગ ગુજરાતમાં

અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોરનો પ્રોજેકટ 508 કિ.મી.નો છે. જેમાંથી 237 કિ.મી. એટલે કે 47 ટકા ભાગ ગુજરાતમાં છે. હાલમાં જે જાહેરાત આપવામાં આવી છે. તે મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે આવેલા જારોલી ગામથી વડોદરા સુધીની છે. આમ તો આ પ્રોજેકટ જમીન પર છે પણ ઘણી જગ્યાએ તે ટનલમાંથી પણ પસાર થશે. એક પહાડમાં લગભગ 280મીટરની ટનલ બનશે. જે માર્ગ પર 24 રીવર ક્રોસીંગ અને 30 રોડ અને કેનાલ ક્રોસીંગ બનશે.
નવેમ્બર સુધીમાં જાહેરાત ફાઈનલ થઈ જશે
ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત અને ભરૂચ સ્ટેશન હશે. નેશનલ હાઈસ્પીડે શક્યતાઓ દર્શાવી છે કે જાહેરાતને સમયસર ફાઈનલ કરી દેવાશે એટલે કે આ વર્ષે નવેમ્બર સુધીમાં ફાઈનલ થઈ જશે. આના માટે જેટલી જમીનની જરૂર છે તે પણ સંપાદિત થઈ જશે. ઉલ્લેખનીય છે કે હાઈસ્પીડ ટ્રેન દેશનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ છે. 2017માં પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ આ પ્રોજેકટનો શિલાન્યાસ અમદાવાદમાં કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments