Wednesday, September 22, 2021
Homeમુંબઈ : ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં નવી મુંબઈ મેટ્રો દોડશે
Array

મુંબઈ : ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં નવી મુંબઈ મેટ્રો દોડશે

મુંબઈ :  છેલ્લા અનેક વર્ષોથી પૂર્ણતાની પ્રતિક્ષા કરી રહેલા નવી મુંબઈગરાનું મેટ્રોનું સ્વપ્ન આ વર્ષના અંતે સાકાર થવાની શક્યતા છે. સિડકો તરફતી તૈયાર કરાતી મેટ્રો ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દોડશે.

તાજેતરમાં જ મેટ્રોની દેખભાળ અને સમારકામનું કામ સંભાળતી મહામેટ્રો પાસે સિડકોએ સ્વીકારપત્ર આપ્યું છે તે મુજબ આગામી અઠવાડિયા સુધીમાં આ બાબતના કરાર કરવાનો પણ પ્રશ્ન છે.

નવી મુંબઈ મેટ્રો ૧ની દેખભાળ અને સમારકામ (ઓપરેશન અને મેન્ટેનન્સ)ના કામ માટે સિડકોએ તાજેતરમાં જ મહામેટ્રોને (એલઓએ) આપ્યો છે. મહામેટ્રોની આજ સુધીની કામગીરી જોતા નવી મુંબઈ મેટ્રો પણ ટૂંક સમયમાં કાર્યાન્વિત થશે તેઓ પ્રસ્તાવ નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ વ્યક્ત કર્યો હતો.

સિડકો દ્વારા મહામેટ્રોને સ્વીકારપત્ર આપવામાં આવ્યું હોવાની કબૂલાત સિડકોના ઉપાધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક ડો. સંજય મુખરજીએ આપી હતી.

આમ આ કરારનામું પૂર્ણ થઈ ગયું હોવાથી ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં બેલાપુરથી પેંધર વચ્ચે નવી મુંબઈ મેટ્રો-૧નો પહેલો તબક્કો પૂર્ણ કરાશે તેવી માહિતી સિડકોના સૂત્રોએ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments