Saturday, September 25, 2021
Homeમુંબઈ થી બાળક નું અપહરણ કરી રાજસ્થાન તરફ ભાગતા દંપતી ને ભરૂચ...
Array

મુંબઈ થી બાળક નું અપહરણ કરી રાજસ્થાન તરફ ભાગતા દંપતી ને ભરૂચ પોલીસે પકડ્યું

મુંબઈ:નવી મુંબઇમાં રહેતાં હસીના શેખ ઘરે પારીવારિક પરીચિત મહિલા સરોજ જીન્નતસિંગ રાવ આવી હતી. તેણે તેમના 3 વર્ષના પુત્ર આયાનને આઇસ્ક્રીમ ખવડાવવાના બહાને પોતાની સાથે લઇ ગઇ હતી. દરમિયાન તેનો પતિ જીન્નતસિંગ બેચરસિંગ રાવ તેમના ઘર નીચે કાર લઇને ઉભો હતો.

દંપતિએ તેમના પુત્રને કારમાં બેસાડીને લઇ ગયાં બાદ મોડે સુધી પરત આવ્યાં ન હતાં. જેથી પરિવારે સાગરી પોલીસમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરતાં દંપતી રાજસ્થાન તરફ જઈ રહ્યું હોવાની જાણ થઈ હતી. જેથી રાજસ્થાન પોલીસે ગુજરાત SOGને જાણ કરતાં ભરૂચ LCBએ દંપત્તીને ભરૂચથી ઝડપી પાડ્યા હતા અને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. અપરહરણ કરનાર દંપત્તિનું કહેવું છે કે બાકી પૈસાની ઉઘરાણી કરવા માટે તેને બાળકનું અપહરણ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments