Tuesday, December 7, 2021
Homeમુંબઈ પોલીસે કાર ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો, 7 આરોપીની ધરપકડ
Array

મુંબઈ પોલીસે કાર ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો, 7 આરોપીની ધરપકડ

મુંબઈ: થાણે અને મુંબઈના આસપાસના વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી રાજ્યની બહાર વેચતી ટોળકીના 7 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે 1 કરોડ અને 20 લાખની કિંમતની 12 કાર જપ્ત કરી છે. મીરા-ભાયંદર વિસ્તારમાંથી ઈનોવા જેવી મોંઘી કારની ચોરીના અનેક કેસો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાતા શિવાજી રાઠોડે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના કાશીમીરા યુનિટને સોંપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશના સુનીલ ચૌરસિયા વિરુદ્ધ મુંબઈ, થાણે અને પુણેનાં પોલીસ સ્ટેશનોમાં વાહનચોરીના 29 ગુના નોંધાયેલા છે. આરોપી શ્રીનુ વિરુદ્ધ આંધ્ર પ્રદેશમાં રક્તચંદન ચોરીના 10 ગુના નોંધાયેલા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. આરોપીઓ મોટાભાગની કાર હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં વેચતા હતા.

આ ટોળકી માત્ર 2009થી 2014 દરમિયાન બનેલી ઈનોવા કારની ચોરી કરી  એન્જિન નંબર બદલી કારને વેચી નાખતા હતાં. યુપી, બિહાર ખાતેથી ભંગાર કે અકસ્માત થયેલી ગાડીન નજીવી કિંમતે ખરીદી લેતા હતા.  ત્યાર બાદ ઑર્ડર પ્રમાણેના કલરની ઇનોવા કાર ચોરવામાં આવતી. ટોળકીના સભ્યો ચોરીની કાર વસઈ, વિરાર, નવી મુંબઈ અથવા ઘોડબંદર રોડ જેવા વિસ્તારમાં છોડી દેતા. 48 કલાક સુધી કાર નજીક કોઈ ન ફરકે તો કાર હૈદરાબાદ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવતી. આ માટે ભંગારની કારના દસ્તાવેજો પણ સાથે મોકલવામાં આવતા. મોટા ભાગની કારો હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં વેચવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments