મુંબઈ વિશ્વમાં 16મું સૌથી મોંઘું રેસિડેન્શિયલ શહેર, 100 વર્ગમીટર જમીનની કિંમત 7 કરોડ રૂપિયા

0
140

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ વિશ્વના સૌથી મોંઘા અગ્રણી રેસિડેન્શિયલ શહેરોમાં 16માં નંબરે છે. નાઈટ ફ્રેંકના રિપોર્ટમાં આ બાબત પ્રકાશમાં આવી છે. ધ વેલ્થ રિપોર્ટ 2019માં વિશ્વના 20 સૌથી મોંઘા અગ્રણી રેસિડેન્શિયલ બજારોમાં મુંબઈ એક માત્ર ભારતીય શહેર છે.

રિપોર્ટ મુજબ, મુંબઈમાં 10 લાખ ડોલર(7 કરોડ રૂપિયા)માં લગભગ 100 વર્ગમીટર જમીન ખરીદી શકાય છે. આ જમીનની કિંમત 930 ડોલર પ્રતિ વર્ગફુટ છે.

રિપોર્ટ મુજબ દિલ્હીમાં 10 લાખ ડોલરમાં 201 વર્ગમીટર જમીન ખરીદી શકાય છે. જયારે બેંગલુરુમાં આ આટલી રકમમાં 334 વર્ગમીટર જમીન લઈ શકાય છે.

2018માં વૈશ્વિક રૂપથી રેસિડેન્શિયલ સંપતિની કિંમતોમાં વધારાના મામલામાં મુંબઈ 0.3 ટકાના વધારા સાથે 67મો નંબર પર રહ્યું. કિંમત વધવાના મામલામાં 1.4 ટકાની સાથે દિલ્હી 55માં અને 1.1 ટકાના વધારા સાથે બેંગલુરુ 56માં નંબર પર રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here