Friday, December 3, 2021
Homeમુંબઈ : સફાઈ કામદારોની સમસ્યા પગની નહીં, પેટની: શિવસેના
Array

મુંબઈ : સફાઈ કામદારોની સમસ્યા પગની નહીં, પેટની: શિવસેના

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પછી કુંભમેળામાં સ્નાન કરનારા તેઓ દ્વિતિય વડાપ્રધાન બન્યા. એ પછી નરેન્દ્ર મોદીએ સફાઈ કામદારોના પગ ધોઈને તેમનો સત્કાર કર્યો. આ બાબતે શિવસેનાએ સામનાના અગ્રલેખ થકી નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને સફાઈ કામદારોના પગ ધોયા એ માટે તેમને અભિનંદન પણ આ કામદારોની સમસ્યા પગની નહીં, પેટની છે. ડિજિટલ ઈંડિયામાં આ પગ ધોવાનું ક્યાંથી આવ્યું? એવો સવાલ શિવસેનાએ કર્યો હતો. સામનાના અગ્રલેખ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવામાં આવ્યા હતા.

 

ડિજિટલ ઈંડિયામાં આ પગ ધોવાનું ક્યાંથી આવ્યું?
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. બારણે ટકોરા દઈને ચૂંટણીના વાયરા ઘરમાં પ્રવેશ્યા છે. એક કરોડ ખેડૂતોના ખાતમાં ખેડૂત સન્માન ભંડોળનો પ્રથમ હપ્તો જમા થયો છે. ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા એ સારું થયું. તેથી દરેક નાગરિકના ખાતામાં 15 લાખમાંથી કમસે કમ 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો જમા થશે એવી આશા ફરીથી જીવંત થઈ છે.

જનતાના રૂપિયા જનતાના ગજવામાં નાખવામાં આવી રહ્યા છે. આ બધું ચૂંટણીને આંખ સમક્ષ રાખીને કરવામાં આવે છે એવો આરોપ કરવામાં આવે છે. આરોપોનું શું છે? કંઈ ન કરો તો પણ આરોપ થતા રહે છે. ચૂંટણી પહેલાં બજેટની ઘોષણાઓ રાજકીય ફાયદાનો વિચાર કરીને જ કરવામાં આવે છે અને સત્તા પર રહેલ દરેક રાજકીય પક્ષ એમ જ કરે છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જઈને ગંગાસ્નાન કર્યું. એટલે કે ડૂબકી લગાવી. પછી સફાઈ કામદારોના પગ ધોઈને કરસેવા કર્યાના ફોટાઓ છપાયા છે એમ અગ્રલેખમાં જણાવવામાં આવ્યું હતું.

વડાપ્રધાને ગંગા કિનારે સફાઈ કામદારોના પગ ધોયા એ માટે અભિનંદન પણ સફાઈ કામદારોની સમસ્યાઓ પગની નહીં, પેટની છે. ડિજિટલ ઈંડિયામાં આ પગ ધોવાનું ક્યાંથી આવ્યું? જેમના પગ ધોયા એ પોતાના પગ પર ઊભા રહે, દેશમાં જાતીયવાદી ઉન્માર ગંગાને અર્પણ થાય એવું આ પગ ધોવાથી થાય તો વડાપ્રધાનની કરસેવા લેખે લાગશે એમ આગળ જણાવવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments