મુંબઈ : સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ખુલ્લા પગે ચાલીને સિદ્ધિ વિનાયકના દર્શન કરીને કહ્યું, આ ભગવાનની ઈચ્છા

0
22

મુંબઈઃ સ્મૃતિ ઈરાનીએ સોમવાર (27 મે) મોડી રાત્રે પોતાના ઘરેથી 14 કિમી સુધી ચાલીને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યાં હતાં. આ સમય દરમિયાન સ્મૃતિની સાથે તેની મિત્ર તથા ફિલ્મ પ્રોડ્યૂસર એકતા કપૂર પણ હતી. સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં હરાવ્યા છે.

કતા કપૂરે વીડિયોમાં કહી આ વાત
એકતાએ ઈન્સ્ટા સ્ટોરીમાં એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તે કહેતી હતી, ‘અમે સિદ્ધિ વિનાયક મંદિર જઈ રહ્યાં છીએ અને તે પણ ચંપલ પહેર્યાં વગર. 14 કિમી વગર ચંપલે. સ્મૃતિ પર વિશ્વાસ નથી થતો. આ ભગવાનની ઈચ્છા છે. ચાલો..’

એકતાએ ફોટો પણ શૅર કર્યો
એકતા કપૂરે બંનેની તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. તેમાં કેપ્શન આપ્યું હતું, ’14 કિમી ચાલીને સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા ત્યારબાદની ચમક.’ આના પર સ્મૃતિ ઈરાનીએ કમેન્ટ કરી હતી કે આ ભગવાનની ઈચ્છા હતી. ભગવાન દયાળુ છે.

https://www.instagram.com/p/Bx_t8IWA7Ek/?utm_source=ig_embed

એકતાએ આ રીતે જીતની શુભેચ્છા પાઠવી હતી
એકતાએ સ્મૃતિની જીત પર શુભેચ્છા પાઠવતા એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘રિશ્તો કે રૂપ બદલતે હૈં, નયે નયે સાંચે મેં ઢલતે હૈં, એક પીઢી આતી હૈં, એક પીઢી જાતી હૈં…બનતી કહાની નઈ…’

https://www.instagram.com/p/Bxzne0FgvBU/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here