મુંબઈ : 75 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ તનુજાને પેટની બીમારી, ઓપરેશન કરાવવું પડશે

0
31

મુંબઈઃ અજય દેવગનના પિતા વીરુ દેવગનના નિધનના એક દિવસ બાદ જ કાજોલની માતા તનુજાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 75 વર્ષીય તનુજાને પેટમાં દુખાવાની ફરિયાદ હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, તેમના પર એક સર્જરી કરવામાં આવશે.

પેટનું ઓપરેશન કરવામાં આવશે
મંગળવાર (28 મે) ની સાંજે કાજોલ હોસ્પિટલની બહાર જોવા મળી હતી. તનુજાને ડાયવર્ટિક્યૂલાઈટિસ (Diverticulitis) ની બીમારી હોવાનું કહેવામાં આવે છે. આ બીમારીમાં પેટમાં દુખાવો થાય છે. આ એક પ્રકારની પાચન તંત્ર સાથે જોડાયેલી બીમારી છે અને તેમાં ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ઈન્ફેક્શનની સાથે સાથે આંતરડાની દીવાલો પર સોજો આવી જાય છે. આ બીમારીને કારણે ડાયરિયા તથા તાવ પણ આવે છે.

સસરાના અવસાન બાદ માતાની ચિંતા
સોમવાર (27 મે) ના રોજ કાજોલના સસરા વીરુ દેવગનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. હવે, કાજોલની માતાની તબિયત ખરાબ થતાં પરિવારમાં ગમગીન માહોલ થઈ ગયો છે. છેલ્લાં બે દિવસથી બોલિવૂડ સેલેબ્સ અજય-કાજોલને સાંત્વના પાઠવવા આવે છે. અંતિમ સંસ્કારમાં કાજોલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને ભેટીને રડતી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here