‘મુકાબલા’ બાદ હવે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ માટે ગુરુ રંધાવાનું ‘લાહોર’ સોન્ગ પણ રીક્રિએટ કરવામાં આવશે

0
143

બોલિવૂડ ડેસ્ક: વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મમાં ‘મુકાબલા મુકાબલા’ સોન્ગ સિવાય ગુરુ રંધાવાનું પંજાબી સોન્ગ ‘લાહોર’ પણ રીક્રિએટ કરવામાં આવશે. રીક્રિએટેડ વર્ઝનને સચિન-જીગર કમ્પોઝ કરવાના છે. આ ફિલ્મમાં 12 સોન્ગ હશે જેમાંથી 3-4 સોન્ગ પંજાબી સોન્ગના રીક્રિએટેડ વર્ઝન હશે. મૂવીમાં પાકિસ્તાન અને ઇન્ડિયાના ડાન્સર્સ વચ્ચે ફેસ-ઓફ પણ હશે. હાલ ફિલ્મની સ્ટારકાસ્ટ લંડન અને દુબઇમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

આ ફિલ્મ માટે પ્રભુદેવાએ પોતાના જ હિટ સોન્ગ ‘મુકાબલા મુકાબલા’ પર ફરીવાર પર્ફોર્મ કર્યું છે. ઓરિજિનલ સોન્ગ ‘મુકાબલા મુકાબલા’ એ.આર. રહેમાને તમિળ ફિલ્મ ‘કાધલન’ (હિન્દીમાં ‘હમસે હૈ મુકાબલા’) માટે બનાવ્યું હતું. જેમાં પ્રભુદેવાએ પર્ફોર્મ કર્યું હતું. ત્યારબાદ આ સોન્ગ પર જ પ્રભુદેવાએ ફિલ્મ ‘એનીબડી કેન ડાન્સ’ (2013)માં પર્ફોર્મ કર્યું હતું. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ માટે આ સોન્ગનું રીક્રિએટેડ વર્ઝન તનિષ્ક બાગચીએ બનાવ્યું છે. પ્રભુદેવાએ એક જ ટેકમાં આખું શૂટિંગ પૂરું કરી દીધું હતું.

‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મને રેમો ડિસુઝા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં વરુણ અને શ્રદ્ધાની સાથે નોરા ફતેહી, સોનમ બાજવા, ધર્મેશ, શક્તિ મોહન અને વર્તિકા લીડ રોલમાં છે. ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here