Tuesday, September 28, 2021
Homeમુકેશ અંબાણીએ મોટું મન રાખીને નાના ભાઈને મદદ કરી, અનિલે એરિક્સનના 550...
Array

મુકેશ અંબાણીએ મોટું મન રાખીને નાના ભાઈને મદદ કરી, અનિલે એરિક્સનના 550 કરોડમાંથી 458 કરોડ ચૂકવ્યાં

નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા સ્વીડિશ કંપની અરિક્સનને 550 કરોડમાંથી 458 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ આ સમગ્ર રકમની ચૂકવણી અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીએ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 19 ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને અવમાનના દોષી ઠેરવ્યા હતા. સાથે જ તેમને એક મહિનાની અંદર 458 કરોડ રૂપિયા ચૂકવવા માટે કહ્યું હતું. તેમાં ચૂક થવા પર કોર્ટે તેમને ત્રણ મહિના જેલમાં મોકલવાની વાત કહી હતી.

 

સમગ્ર વિવાદ શું છે ?

એરિક્સને 2014માં આરકોમનું ટેલિકોમ નેટવર્ક સંભાળવા માટે 7 વર્ષની ડીલ કરી હતી. આ મામલામાં તેમનો આરોપ હતો કે આરકોમે 1,500 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ગત વર્ષ દેવાળિયા કોર્ટમાં સેટલમેન્ટ પ્રક્રિયા અંતર્ગત એરિક્સન આરકોમ પાસેથી માત્ર 550 કરોડ રૂપિયા લેવા રાજી થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આરકોમને 15 ડિસેમ્બર સુધીમાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે આરકોમે આ રકમનું પેમેન્ટ કર્યું ન હતું. આ કારણે એરિક્સને સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments