Friday, March 29, 2024
Homeમુકેશ અંબાણી ની જેમ હવે લક્ષ્મી મિતલે નાના ભાઈ પ્રમોદને 1600 કરોડ...
Array

મુકેશ અંબાણી ની જેમ હવે લક્ષ્મી મિતલે નાના ભાઈ પ્રમોદને 1600 કરોડ રૂપિયા આપ્યા

- Advertisement -

નવી દિલ્હીઃ અબજપતિ સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિતલે પૈસાની અછતથી હેરાન નાના ભાઈ પ્રમોદ મિતલને સંકટમાંથી નીકળવા માટે મદદ કરી છે. પ્રમોદ પર સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન(એસટીસી)ના 2,210 કરોડ રૂપિયા બાકી હતી. વિશ્વની સૌથી મોટી સ્ટીલ નિર્માતા આર્સેલર મિતલના ચેરમેન અને સીઈઓએ નાના ભાઈ પ્રમોદને 1,600 કરોડ રૂપિયા આપ્યા અને કાયદાકીય કાર્યવાહીમાંથી બચાવ્યો.

24 વર્ષ પહેલા બંનેએ તેમના રસ્તાઓ અલગ કરી દીધા હતા
પ્રમોદ મિતલ(57) ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને ગ્લોબલ સ્ટીલ ફીલીપીન્સ ઈન્કના માલિક છે. ઈસ્પાત ઉદ્યોગમાં મંદી અને 2008થી 2010ની વચ્ચે વૈશ્વિક આર્થિક સંકટના કારણે બંને કંપનીઓને ભારે નુકસાન થયું અને તેની પર એસટીસીનું દેવું વધતું ગયું.

પ્રમોદે મદદ કરવા માટે મોટા ભાઈને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે આ મદદને કારણે તે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી શક્યા. લક્ષ્મી મિતલ અને પ્રમોદ મિતલે 1994માં તેમના રસ્તાઓ અલગ કરી દીધા હતા.

દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સનને 550 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું હતું. મોટા ભાઈ મુકેશ અંબાણીએ તેમની મદદ કરી હતી. જો અનિલ અંબાણી તેમની બાકીની રકમ ન ચૂકવેત તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને ત્રણ મહિનાની જેલ થઈ જાત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular