મુખવાસમાં ખવાતી વરિયાળીથી સ્વાસ્થ્યને થાય છે આટલા બધા ફાયદા

0
57

ભાગ્યે જ કોઇ એવી વ્યકિત હશે જેને વરિયાળી વિશે ના જાણતા હોય. વરિયાળીને મસાલાઓની રાણી કહેવામાં આવે છે. સામાન્ય રીતે વરિયાળીના દાણા બે પ્રકારના હોય છે નાના અને મોટા. બંને જ સુંગધીકાર હોય છે.  વરિયાળીનો ઉપપોગ અથાણાં અન શાકનું વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. આ સિવાય ઔષધિ તરીકે વરિયાળીનું ખૂબ જ મહત્વ છે. આર્યુવેદ અનુસાર વરિયાળી ત્રિદોષ નાશક હોવાથી સાથે બુદ્ઘિવર્ધક અને રૂચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણ છે જે અનેક બિમારીઓનો નાશ કરે છે.

100 ગ્રામ વરિયાળીને શેકીને ક્રશ કરી લો. ક્રશ કરેલી વરિયાળીમાં દળેલી ખાંડ મિક્સ કરી લો. જમ્યા બાદ દરરોજ સવાર-સાંજ 2 ચમચી પાણી સાથે આ મિશ્રણનું સેવન કરવાથી પાચનશક્તિ સારી રહે છે. ઇચ્છો તો એક કપ પાણીમાં અડધી ચમચી વરિયાળીને પાવડર અને 5 મોટી ઇલાચયી નાખીને ઉકાળી લો. પાણી અડધુ થઇ જાય એટલે ગાળી લો અને તેમાં દૂધ ઉમેરીને ગરમ કરો. આ દૂધનું સેવન  બાળકો લઇ વડીલો સુધી બધા જ કરી શકે છે. આ ઉપાયથી પાચનશક્તિ સારી રહે છે અને પેટનું પણ ફાયદો થાય છે.

પેટ ભારે લાગતું હોય તો લીબુંના રસમાં પલાળેલી વરિયાળી જમ્યા બાદ ખાવાથી તકલીફ દૂર થશે. આ સિવાય ઘીમાં વરિયાળીને શેકી લો અને તેની થોડી ખાંડ ઉમેરો. આ ચૂરણને સવાર સાંજ ખાવાથી લૂઝ મોશન મટી જાય છે. તવા પર શેકેલી વરિયાળી 2-2 ચમચી વરિયાળી દિવસમાં 1-4 વખત ખાઓ, આનાથી પેટ સંબંધિત તકલીફો દૂર થશે.

બાળકોને વરિયાળીનું ઉકાળેલું પાણી પીવડાવવાથી પાતળો ઝાડો થવાનું બંધ થશે. નાના બાળકોને વરિયાળી, વરિયાળીને અર્ક અને વરિયાળીનું ઉકાળેલું પાણી આપવાથી નુકસાન થતુ નથી. બાળકનું સ્વાસ્થ્ય સારું થાય છે.

જે મહિલાઓને ગર્ભધારણ કરવામાં સમસ્યા થતી હોય તેઓએ 5-6 ગ્રામ વરિયાળીના ચૂર્ણમાં હીંગની સાથે સેવન કરવું જોઇએ. આમ કરવાથી 3-4 મહિનામાં ગર્ભધારણ કરવા માટે યોગ્ય થઇ જશે. આવામાં વરિયાળીના ચૂર્ણને ઘીની સાથે પણ લઇ શકાય છે. આ સિવાય વરિયાળીના ચૂર્ણને ગુલકંદની સાથે લેવાથી ગર્ભપાતની સમસ્યા પણ દૂર થઇ જશે. જે સ્ત્રીઓને સ્તનપાન દરમિયાન ઓછું દૂધ આવતું હોય તે લોકોએ વરિયાળી, સફેદ જીરું, મિશ્રીને સરખાભાગમાં લઇને ચૂર્ણ બનાવવી અને એક-એક ચમચી પાણી કે દૂધની સાથે લેવાથી લાભ થાય છે.

કેટલાક કારણોસર રાતે લોકોને ઉંઘ આવતી નથી. આવી સ્થિતિ વરિયાળીનો કાઢો બનાવી દૂધ અને મધની સાથે ભેળવીને પીવાથી ઉંઘ આવવા લાગશે. રાત્રે ખાધા પછી અને સૂતા પહેલા વરિયાળીની ચા પીવાથી ખાવાનું પચી જાય છે અને સારી ઉંઘ આવી જાય છે.

મોંમા પડેલા ચાંદાથી પરેશાન હોવ તો પાણીમાં ઉકાળીને પીવો, જ્યારે પાણી અડધું થઇ જાય ત્યારે તેમાં ફટકડીનો ટુકડો ઉમેરો.આ પાણીથી દિવસમાં 2-3 વખત કોગળા કરવાથી ચાંદી દૂર થશે. આ સિવાય મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો ભોજન કર્યા પછી જરૂરથી થોડી વરિયાળી ખાવી જોઇએ.

શરદી-ઉધરસ, ગળાની કર્કશતા દૂર કરવા માટે એક ચમચી વરિયાળી ખાઇને ધીમે-ધીમે ખાવાથી ગળાને આરામ મળશે. વરિયાળીના અર્કમાંથી બનાવેલું શરબત પીવાથી એસિડિટી મટે છે અને ભૂખ જાગી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here