મુખ્યમંત્રીએ પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ માટે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સાથે બેઠક યોજી

0
31

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ અને હવાઈ સેવાઓના વ્યાપ તથા કોસ્ટગાર્ડ–નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા સાથે પ્રવાસન પ્રવૃત્તિનું પણ મહત્વનું કેન્દ્ર છે, તે સંદર્ભે આ એરપોર્ટના હાલના રન-વે ને 2600 મીટર જેટલો વિસ્તૃત કરવાની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે ચર્ચા વિચારણા કરી હતી.

પોરબંદરથી અમદાવાદ-મુંબઇ માટે ઉડતા પેસેન્જર પ્લેનની ક્ષમતા વધારવી
તેમણે કહ્યું કે, પોરબંદરમાં સમુદ્રી સુરક્ષા માટે ઇન્ડીયન કોસ્ટગાર્ડ અને નૌકાદળ જેવી એજન્સીઓ પણ કાર્યરત છે, ત્યારે ભવિષ્યમાં તેમના વધુ હેલિકોપ્ટર અને એરક્રાફટ લેન્ડીંગ થઇ શકે તે માટે પણ આ રન-વેના વિસ્તૃતીકરણની જરૂરી છે. એટલું જ નહિ, પોરબંદરથી હાલ અમદાવાદ-મુંબઇ માટે જે પેસેન્જર પ્લેન ચાલે છે તેમાં પણ વધુ વહન ક્ષમતા વાળા પ્લેનની વધારે ફ્રિકવન્સી કરી શકાય અને વધુ પ્રવાસીઓને હવાઇ સેવાનો લાભ મળે તે હેતુથી વર્તમાન રન-વેની 1372 મીટરની જે લંબાઇ છે તે વધારવી જોઇએ.

આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સાથેની આ બેઠકમાં કોસ્ટગાર્ડના સ્ટાફ કવાર્ટર્સ એરપોર્ટ રન-વે નજીક બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે તેની રન-વે વિસ્તૃતીકરણ પર અસર ન પડે તે રીતે વધુ જમીન ફાળવી શકાય કે કેમ તે અંગેનો અહેવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા તૈયાર કરીને રાજ્ય સરકારને આપશે.

રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે જમીન ફાળવણી માટે જિલ્લા તંત્ર સાથે સંકલન
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, સિવાય સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયાની પણ વિશ્વ પ્રવાસન ધામ તરીકેની વિકસી રહેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જરૂરી જમીન ફાળવણી માટે જિલ્લાતંત્ર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. આ બેઠક દરમ્યાન રાજકોટ અને ધોલેરાના આંતરરાષ્ટ્રિય એરપોર્ટના વિકાસ અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પ્રવાસન અગ્ર સચિવ હૈદર પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here