Tuesday, September 28, 2021
Homeમુખ્ય EC દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7 તબક્કામાં મતદાન યોજાશે
Array

મુખ્ય EC દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7 તબક્કામાં મતદાન યોજાશે

મુખ્ય ચૂંટણી કમિશન સુનિલ અરોરાએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે સુરક્ષા મુદ્દે ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે તબક્કાવાર સાથે બેઠક યોજી. આ ઉપરાંત મુખ્ય સચિવ અને ગૃહ સચિવ સાથે પણ બેઠકો યોજી. તેમજ અમે રાજકીય પક્ષોને પણ મળ્યા. અને તેમની સાથે પણ ચર્ચા કરી હતી. ચૂંટણી પહેલા સ્થિતિની સમિક્ષા માટે જુદા જુદા રાજ્યોની મુલાકાત લીધી. CBSE અને અન્ય બોર્ડ પરીક્ષાઓને પણ ધ્યાને લેવામાં આવી.

90 કરોડ લોકો મતદાન કરશે. જેમાંથી 1.60 કરોડ મતદાર નોકરીયાત છે. છેલ્લા પાંચ વર્ષમાં 8 કરોડ 43 લાખ નવા મતદારો ઉમેરાયા છે. 18થી 18 વર્ષના મતદારોની સંખ્યા દોઢ કરોડ છે. ચૂંટણી પંચે ચૂંટણી તારીખની માહિતી માટે એક ટોલ ફ્રી નંબર પણ બહાર પાડ્યો છે. મતદારો હવે 1950 ટોલ ફ્રી નંબર દ્વારા ચૂંટણી તારીખોની માહિતી મેળવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments