Thursday, October 21, 2021
Homeમુન્નાભાઈને ટ્રેનની કમાન સોંપી દેનાર લોકોપાઇલટ પણ સસ્પેન્ડ
Array

મુન્નાભાઈને ટ્રેનની કમાન સોંપી દેનાર લોકોપાઇલટ પણ સસ્પેન્ડ

સુરત:  રેલવેના બુકિંગ ક્લાર્ક દ્વારા ટ્રેન ચલાવવાના મામલામાં રેલવે અધિકારીઓએ ક્લાર્કને ટ્રેનની કમાન સોંપી દેનારા લોકો-પાઇલટને પણ ચાર્જશીટ પકડાવી સસ્પેન્ડ કરી દીધો છે. અધિકારીઓએ બુકિંગ ક્લાર્ક રવીન્દ્ર મોરેની પૂછપરછ અને વીડિયોના આધારે લોકો પાઇલટ રઘુનંદન પ્રસાદની ઓળખાણ કરી હતી. જોકે, રઘુનંદન પ્રસાદ વડોદરા ટ્રેનિંગમાં હોવાનું માલૂમ પડતાં રઘુનંદન પ્રસાદને તાત્કાલિક બોલાવી લેવાયો હતો અને ઘટના બાબતે પૂછપરછ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. રેલવેના અધિકારીઓ સામે રવીન્દ્રએ વીડિયો મહિનાઓ પહેલાનો હોવાનું જણાવ્યું હતું. રેલવે અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરી હેડ-ક્વાર્ટર મોકલી દેવામાં આવશે અને ત્યાર બાદ બંને રેલવે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ બંનેને ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યા છે.

 

હાલ બંને વ્યક્તિઓની ઓળખાણ કરી ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર તપાસ પૂરી થયા બાદ પગલાં ભરવામાં આવશે – રવીન્દ્ર ભાકર, જનસંપર્ક અધિકારી,પશ્ચિમ રેલવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments