Saturday, October 23, 2021
Home'મુન્નાભાઈ MBBS'નો આ એક્ટર 3 વર્ષથી ગુમ છે, પોલીસને આજદિન સુધી ભાળ...
Array

‘મુન્નાભાઈ MBBS’નો આ એક્ટર 3 વર્ષથી ગુમ છે, પોલીસને આજદિન સુધી ભાળ મળી નથી

નવી દિલ્હીઃ સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં વરુણ નામના છોકરાનો 7 મિનીટનો અભિનય કરી ફેમસ થનાર વિશાલ ઠક્કર છેલ્લા 3 વર્ષથી ગુમ છે. ગુમ થયા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને આજ દિન સુધી વિશાલની કોઈ ભાળ મળી નથી. સૂત્રો પ્રમાણે 31 ડિસેમ્બરે વિશાલ માતા પાસેથી 500 રૂપિયા લઈને ‘સ્ટાર વાર્સઃ ધ ફોર્સ એવેકેન્સ’ ફિલ્મ જોવા માટે રાતે 10.30 કલાકે તેનાં ઘર મુલુંડ ફ્લેટથી રવાના થયો હતો. ત્યારબાદ વિશાલે પિતાને ટેક્સ મેસેજ કરીને કહ્યું કે, હું પાર્ટીમાં જઈ રહ્યો છું, કાલે આવી જઈશ. પરંતુ બીજા દિવસે વિશાલ ઠક્કર ઘરે પરત આવ્યો ન હતો.

પરિવારજનોનો 33 વર્ષીય  લાડલો વિશુ છેલ્લા ત્રણ વર્ષથી ગુમ છે. વિશાલની માતાનાં જણાવ્યા અનુસાર, મને નથી ખબર કે મારા વ્હાલસોયા સાથે શું બન્યું છે? 3 વર્ષ વિતી ગયા હોવા છતા તેની કોઈ ભાળ મળી નથી. વિશાલ ઠક્કરે વર્ષ 2005માં ‘ટેંગો ચાર્લી’ નામની ફિલ્મમાં ઉપરાંત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ કામ કર્યુ છે.

2015માં વિશાલ પર તેની ગર્લફ્રેન્ડે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન વિશાલ પર બળાત્કાર, છેતરપિંડી સહિતના 323, 509, 506 હેઠળ કેસ નોંધાયા હતા. પરંતુ આ કેસમાં વિશાલની માતાનાં કહ્યા પ્રમાણે, નાનકડા ઝઘડામાં આ કેસ કરાયો હતો, પરંતુ ત્યારબાદ યુવતીએ આ ફરિયાદ પાછી ખેંચી હતી. પરંતુ આની અસર તેનાં કામ પર પડી હતી. વિશાલ આ વાતથી ઘણો ચિંતાતુર હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments