Thursday, October 21, 2021
Homeમુફ્તિ તું પાકિસ્તાનને પ્રેમ કરવાનું છોડી દે, ભારતનું અન્ન ખાવ છો તો...
Array

મુફ્તિ તું પાકિસ્તાનને પ્રેમ કરવાનું છોડી દે, ભારતનું અન્ન ખાવ છો તો એનું નામ રટણ કરો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદન બાદ જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તિએ કહ્યુ હતુ કે, ભારતે ઈમરાન ખાનને એક તક આપવી જોઈએ અને પાકિસ્તાનને પુરાવા આપવા જોઈએ. ત્યારે આ પ્રકારના નિવેદન બાદ મુફ્તિ વિરોધીઓના નિશાને આવ્યા છે.

આ મામલે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે જણાવ્યુ કે, મુફ્તિ પાકિસ્તાનને પ્રેમ કરવાનું છોડી દે. ભારતનું અન્ન ખાવ છો તો તમારે ભારતનું નામ લેવુ જોઈએ. મહત્વપૂર્ણ છે કે પુલવામા હુમલા અંગે ઈમરાન ખાને પ્રતિક્રિયા આપ્યા બાદ મહેબુબા મુફ્તીએ પ્રતિક્રિયા આપી હતી. જે બાદ મુફ્તિ વિરોધીઓના નિશાને આવ્યા છે.

પાકિસ્તાન આંતકવાદીઓની સેવામાં છે

પાકિસ્તાન જે આતંકવાદીઓ પરની કાર્યવાહીની ખાતરી આપી રહ્યું છે અને પુલવામા હુમલાનાં સબુતની માગણી કરે છે તે જ પાકિસ્તાનને હજારો વખત પહેલાં પણ સાબિતી આપી છે. ભારત સરકારે પાકિસ્તાનને પઠાણકોટ, મુંબઈ અને ઉરી હુમલાના પૂરાવા પણ એને સોંપ્યા હતા. ભારતમાં ત્રાસવાદીઓ સામે સતત આતંકવાદી કાવતરા કરી રહ્યાં છે એને સજા તો દુર પણ એનાં અડ્ડાને તમે લોકો મદદ કરતા આવ્યાં છો.

26 નવેમ્બર 2008ના રોજ 10 પાકિસ્તાની ત્રાસવાદીઓ કે જેણે મુંબઇ સમુદારમાં પ્રવેશ્યા હતા અને તેમણે 186 લોકોને અને સાથે સાથે 18 સુરક્ષા જવાનોને મારી નાખ્યા હતા. આ હુમલામાં 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે અજમલ કસાબને પકડી પાડ્યો હતો. જાન્યુઆરી 2009માં ભારતે પાકિસ્તાનને પુરાવા આપી દીધા હતા. હુમલાખોરોના પુરાવાના આધાર પર, ભારતે દાવો કર્યો હતો કે આતંકવાદીઓ પાકિસ્તાનથી હતા.

ઓગસ્ટ 2009માં ભારત વતી ભારતને ડોસિયર સોંપવામાં આવ્યો હતો. અજમલ કસાબ ઉપરાંત ઘણા આતંકવાદી બનાવોમાં ફહીમ અંસારી અને સહબુદ્દીનની કબૂલાત હતી. કસાબે કબૂલાત કરી હતી કે ડિસેમ્બર 2007 અને જાન્યુઆરી 2008ની વચ્ચે શસ્ત્રોની તાલીમ દરમિયાન તે હફિઝ સઈદ, ઝકી-ઉર-રહેમાન લખવી અને અબુ હમ્ઝા જેવા ટોચના લશ્કર-એ-તોઇબા આતંકવાદીઓ સાથે થઈ હતી.

2013માં મુંબઇ હુમલાથી સંબંધિત 600 પાનાથી વધારેના સબુતો ભારતો પાકને આપ્યાં હતા. એમાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની એક નકલ, નવ ત્રાસવાદીઓ માર્યા ગયા એના પોસ્ટમોર્ટમ વખતેનાં બે ડોક્ટરો અને ચીફ તપાસ અધિકારીના નિવેદન, સમન્સ સાક્ષીઓ, ન્યાયિક પંચ જેવા ઘણા પૂરાવાનો સમાવેશ થાય છે. આતંકવાદીઓની તરફેણમાં હાલના હથિયારો પુનઃપ્રાપ્ત કરવા માટેની પણ અરજી હતી. છતાં પાકે નિર્ણય નહોતો લીધો અને એ પછી તો કંઈક હુમલા થતા રહ્યા અને ભારત તરફથી પૂરાવા અપાતા રહ્યાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments