Tuesday, December 7, 2021
Homeમુશર્રફે કહ્યું, મારા સમયમાં પાકિસ્તાન જૈશની મદદથી ભારતમાં બ્લાસ્ટ કરાવતું હતું
Array

મુશર્રફે કહ્યું, મારા સમયમાં પાકિસ્તાન જૈશની મદદથી ભારતમાં બ્લાસ્ટ કરાવતું હતું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે સ્વીકાર્યુ છે કે, તેઓના કાર્યકાળમાં સરકારના કહેવાથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહરે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. પાકિસ્તાની પત્રકાર નદીમ મલિકને ટેલિફોન પર આપેલા ઇન્ટરવ્યુમાં તેઓએ જૈશ વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. તેઓએ કહ્યું કે, આ સંગઠને તેમની હત્યા કરવાની કોશિશ કરી હતી.

2003માં મુશર્રફ પર ફિદાયીન હુમલો
મુશર્રફે કહ્યું કે, હું હંમેશાથી જૈશને આતંકી સંગઠન કહેતો રહ્યો છું. તેઓએ મારા પર ફિદાયીન હુમલો કરાવ્યો, તેના પર કાર્યવાહી થવી જોઇએ. મને ખુશી છે કે, સરકાર આ સંગઠન વિરૂદ્ધ કડકાઇથી વર્તી રહી છે. આ કાર્યવાહી બહુ પહેલાં થઇ જવી જોઇતી હતી. ડિસેમ્બર 2003માં પાકિસ્તાનના ઝંડા ચીચીમાં મુશર્રફના કાફલા પર જૈશે ફિદાયીન હુમલો કરાવ્યો હતો, જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા. તે સમયે જ પરવેઝે જૈશ પર પ્રતિબંધ લગાવવાના બે વખત પ્રયત્નો કર્યા હતા.
સત્તા પર હતા તે સમયે કાર્યવાહી કેમ ના થઇ, ત્યારે તો તમે દેશમાં સૌથી પાવરફૂલ હતા? તેના જવાબમાં મુશર્રફે કહ્યું કે, તે સમયની સ્થિતિ કંઇક અલગ હતી. ત્યારે જૈશમાં અમારા ઇન્ટેલિજન્સ (ISI)વાળા પણ સામેલ હતા, તે સમયે ભારત-પાકિસ્તાનની વચ્ચે જેવા સાથે તેવાનું વલણ અપનાવવામાં આવતું હતું. તેઓ પાકિસ્તાનમાં વિસ્ફોટ કરાવતા હતા અમે ભારતમાં કરાવતા હતા.
પુલવામા હુમલાને અંજામ આપ્યો
પુલવામા હુમલામાં જૈશ આરોપી મસૂદ અઝહરની આગેવાનીવાળા જૈશે ભારતમાં અનેક આતંકી હુમલા કરાવ્યા હતા. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાને આ જ આતંકી સંગઠને અંજામ આપ્યા હતો, જેમાં CRPFના 40 જવાન શહીદ થઇ ગયા હતા.
દેશનિકાલ બાદ UAEમાં મુશર્રફ
મુશર્રફે તખ્તાપલટ બાદ 1999માં સત્તા મેળવી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને બેદખલ કરીને તેઓ પાકિસ્તાનના પ્રેસિડન્ટ બન્યા હતા. જો કે, 9 વર્ષ બાદ પણ તેઓએ સત્તા ગુમાવવી પડી હતી. દેશનિકાલ બાદ હાલ તેઓ UAEમાં રહે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments