Saturday, September 25, 2021
Homeમુશ્કેલીમાં વધારો : રાજ કુંદ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ વિટનેસ બનવા તૈયાર
Array

મુશ્કેલીમાં વધારો : રાજ કુંદ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ વિટનેસ બનવા તૈયાર

રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી કેસમાં રોજ નતનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કોર્ટે રાજને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે શિલ્પાના ઘરે જઈને તેની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી, પણ પોલીસને ક્લીન ચીટ મળી. હાલનાં લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, રાજ કુંદ્રાનું કંપનીના ચાર કર્મચારી વિટનેસ બની આગળ આવ્યા છે. આ કર્મચારીઓ તરફથી રાજનાં બિઝનેસ વિશે અન્ય ઘણી બધી માહિતીઓ મળે તેવી આશા છે.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોર્ન કેસમાં ચાર કર્મચારીઓનો રોલ સૌથી મહત્ત્વનો હશે. રાજ કુંદ્રા, તેની પત્ની શિલ્પા શેટ્ટી કે અન્ય કોઈ પણ મિત્ર આ કેસ વિશે કઈ બોલી રહ્યું નથી. તેવામાં કંપનીનાં જ 4 માણસો પાસેથી ઘણા બધા રાઝ જાણવા મળી શકે છે. ક્રાઈમ બ્રાંચ આ બધાને પોર્નોગ્રાફી રેકેટ, બિઝનેસ ડીલ્સ અને ફાઈનાન્શિય ડીલ્સ વિશે પૂછશે. આ ચાર કમર્ચારી વિટનેસ બનતા રાજ કુંદ્રાની તકલીફો વધી ગઈ છે. ક્રાઈમ બ્રાંચ ટીમની શોધખોળ ચાલુ છે.

દીવાલમાંથી સિક્રેટ કબાટ મળ્યો
ક્રાઈમ બ્રાંચને કબાટમાંથી અમુક બોક્સ અને ઘણી ફાઈલ્સ મળી છે. આ બધામાં ક્રિપ્ટોકરન્સીની જાણકારી છે. આની પહેલાં ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈએ આ જ ઓફિસમાં દરોડા પાડ્યા હતા પણ ત્યારે છુપાવેલો કબાટ ના દેખાયો. પોલીસને વિઆન ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ સાથે પૂછપરછમાં ખબર પડી. શનિવારે એક કર્મચારી આ વાત કહી અને ક્રાઈમ બ્રાંચને આ કબાટ મળી ગયો.

શિલ્પાએ કહ્યું, મારો પતિ નિર્દોષ
રાજ કુંદ્રા 27 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસની 6 કલાકની પૂછપરછમાં એક્ટ્રેસે કહ્યું હતું, મેં ગયા વર્ષે જ વિઆન કંપની છોડી દીધી હતી. હોટશોટ એપ શું છે અને એ કેવી રીતે કામ કરે છે એ ખબર નથી. મને એટલી ખબર છે કે મારા પતિની કંપની વેબસિરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવે છે. ઈરોટિકા, પોર્નથી અલગ છે અને મારો પતિ નિર્દોષ છે. મારા પાર્ટનર અને બનેવીના નામનો ખોટો ઉપયોગ કર્યો છે. અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના પ્રશ્ન પર શિલ્પાએ કહ્યું, મને કોઈ આઈડિયા નથી. હું પોતે પણ એક એક્ટ્રેસ છું અને હું ક્યારેય કોઈ છોકરી પર ન્યૂડ સીન કરવા દબાણ ના કરી શકું અને બીજાને પણ દબાણ નહીં કરવા દઉં.

રૂપિયાની લેવડ-દેવડ સાથે જોડાયેલા 25 પ્રશ્નો, મુંબઈ પોલીસને ક્લીન ચીટ મળી
શુક્રવારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પાને જોઈન્ટ અકાઉન્ટમાં થયેલી લેવડ-દેવડના પ્રશ્નો પૂછ્યા હતા અને ઘરમાં પણ શોધખોળ કરી હતી. શિલ્પાને આશરે 20થી 25 પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી મોટાભાગના ઇન્ટરનેશનલ એક્સચેન્જના હતા. આ કપલનું જોઈન્ટ અકાઉન્ટ નેશનલાઈઝ્ડ બેંકમાં છે. એક અધિકારીએ નામ ના છાપવાની શરતે કહ્યું કે, કપલના અકાઉન્ટમાં ફંડ વિદેશના ઘણા રૂટમાંથી આવ્યું છે. તેની તપાસ કરવામાં આવી છે અને અમે ફોરેન્સિક એક્સપર્ટની મદદ પણ લઇ રહ્યા છીએ. જો કે, મુંબઈ પોલીસે શિલ્પાને ક્લીન ચીટ આપી છે કારણકે પોર્ન રેકેટમાં તેના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

મુંબઈ પોલીસનું માનવું છે કે, શિલ્પાને તેના પતિના સમગ્ર બિઝનેસ અને તેની સાથે જોડાયેલી તમામ માહિતી ખબર હતી પરંતુ પતિને બચાવવા સ્વીકારી રહી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments